ડિજીટલના માધ્યમથી પરપ્રાંતિય રૂપલલનાના ફોટા મોકલી લોહીના સોદા કરાવતા’તા
શહેરના પોશ વિસ્તારમાં ચાલતા કૂંટણખાનાનો ‘અબતક’ દ્વારા સપ્તાહ પહેલાં પર્દાફાશ કરાયા બાદ શહેરના જાગનાથ પ્લોટમાં ‘અબતક’ની ટીમ દ્વારા સ્ટીંગ ઓપરેશન કરી મહિલા સંચાલિત કૂંટણખાનાનો પર્દાફાશ કરતા પ્ર.નગર પોલીસે કૂંટણખાના પર દરોડો પાડી માતા-પુત્ર અને ગ્રાહકને ઝડપી લીધા છે. કૂટણખાના માટે ગ્રાહકને શોધી આપનાર સુત્રધાર વકીલ ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. શહેરના જાગનાથ પ્લોટમાં કૂંટણખાના પર માતા-પુત્રએ વકીલ સંજય ઉર્ફે હીરેન જેન્તી ભીમાણીની મદદથી કૂંટણખાનું ચાલુ કર્યાની મળેલી માહિતીના આધારે ‘અબતક’ દ્વારા સ્ટીંગ ઓપરેશન કરી ચાલતા લોહીના વેપારનો પર્દાફાશ કરતા પોલીસ સ્ટાફ હરકતમાં આવી ગયો હતો. ‘અબતક’ના અહેવાલના પગલે પ્ર.નગર પોલીસે જાગનાથ પ્લોટ શેરી નંબર 15માં ચાલતા કૂંટણખાના પર દરોડો પાડી માતા-પુત્ર અને કેદારનાથ સોસાયટીના રંગીન મિજાજી ગ્રાહકને ઝડપી લઈ ઘંટેશ્ર્વર ચોકડી રત્નમ પ્રાઈમ એપાર્યમેન્ટમાં રહેતો વકીલ સંજય ઉર્ફે હિરેન જેન્તી ભીમાણીની શોધખોળ હાથ ધરી હતી.
જાગનાથ પ્લોટ શેરી નંબર 15માં આવેલા વિણા એપાર્ટમેન્ટના પહેલા માળે રહેતી રીટાબેન ચિન્નોઇભાઇ ઉર્ફે દિપકભાઇ પટ્ટણી નામની 38 વર્ષની સોની મહિલા અને તેનો 19 વર્ષનો પુત્ર ધવલે એક માસથી કૂંટણખાનું શરૂ કરી રૂપલલના નાજનીનબેન અને રીચલબેનને આશરો આપી તેની પાસે દેહના સોદા કરાવતા પ્ર.નગર પોલીસે દરોડો પાડી રીટાબેન ચિન્નોઇ, તેનો પુત્ર ધવલ અને કોઠારિયા મેઇન રોડ પરની કેદારનાથ સોસાયટીના મિતુલ રમેશ વિરાણીની ધરપકડ કરી છે. રીટાબેન અને ધવલની પૂછપરછમાં વકીલ સંજય ઉર્ફે હિરેન પટેલનું નામ ખુલતા પ્ર.નગર પોલીસે સુત્રધાર વકીલ સંજય ઉર્ફે હિરેનની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.