ગોંડલમાં કોરોના હોટસ્પોટ બન્યું છે. પોઝીટીવ કેસ એક હજાર ને પાર કરી ચુક્યો છે. ત્યારે ગોંડલ દોડી આવેલાં આરોગ્ય સચિવ જયંતિ રવિ પણ ગોંડલમાં કોરોના કહેર જોઇ ચોંકી ઉઠયાં હતાં અને કડક કાર્યવાહી કરવાં તંત્ર ને તાકીદ કરી હતી.
જે અનુસંધાને નગરપાલિકા તથા પોલીસ તંત્ર દ્વારા સોશ્યિલ ડિસ્ટન્સનાં મુખ્ય બજારમાં ધજીયા ઉડાવતાં પાંચ વેપારીઓ સામે આંખ લાલ કરી દુકાનો સીલ કરી દંડનાત્મક કાર્યવાહી હાથ ધરી હતી.
નગરપાલિકા સેનીટેશન વિભાગનાં નરેન્દ્રસિંહ જાડેજા,વિજય આસોદરીયા,રવિ જોશી,ચિરાગ શ્યારા,ચિરાગ રાજ્યગુરુ સહીત ની ટીમ તાં પોલીસ તંત્ર દ્વારા શહેર નાં માંડવીચોક સહીત મુખ્ય બજારોમાં ચેકીંગ હાથ ધરાયું હતું.
જેમાં વેપારીઓ દ્વારા વધું ગ્રાહકો ઉભાં રાખી સોશ્યલ ડિસ્ટન્સ નો ઉલાળીયો કરતાં હોવાનું નજરે પડતાં દયાળજીભાઇ ભજીયાવાળા,ટીચુમલ ભજીયાવાળા, મીરાં પાન, ગિરનાર ખમણ તથા આદ્યશક્તિ ચા નામની દુકાનો સીલ કરી દંડનાત્મક કાર્યવાહી કરી હતી. ચિફ ઓફિસર પટેલે જણાવ્યું કે દુકાનધારકો ને વખતોવખત સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્ક અંગે તાકીદ સાથે નોટીસો આપવા છતાં નિયમો નું પાલન થતું નાં હોય કોરોના સંક્રમણ ને અટકાવવાં તંત્ર દ્વારા આક્રમક રવૈયો દાખવાયો છે.
સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્ક અંગે તંત્ર દ્વારા આગામી દિવસો સુધી દંડનાત્મક કાર્યવાહી ચાલું રહેશે.