સંવેદનશીલ વિસ્તારમાં એ.સી.પી. પ્રદિપસિંહ જાડેજા દ્વારા સરપ્રાઈઝ ચેકીંગમાં મળી સફળતા
ભાગફોડના ઈરાદે ઘુસણખોરીની શંકા: જાહેરનામા ભંગ અને તડીપારો સામે કાર્યવાહી
અષાઢી બીજે પરંપરાગત રીતે ભગવાન જગન્નાથજી યાત્રાને ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે અમદાવાદ પોલીસ રથયાત્રાના રૂટ પર સુરક્ષાને લઇ સઘન ચેકીંગ, ફૂટ પેટ્રોલીંગ અને પેટ્રોલીંગ સહિતની કાર્યવાહી તેજ કરી છે. જગન્નાથજી યાત્રામાં ભાંગફોડીયા હરામીવેડા ન કરે તે માટે આવા ગુનાહીત ભાંગફોડીયા તત્વોને ઝેર કરવા તંત્ર સજ્જ છે.
અમદાવાદ શહેર ખાતે ભગવાન જગન્નાથજીની રથયાત્રા અનુસંધાને ગુન્હેગારોને ચેક કરવા તેમજ અસામાજીક તત્વોને ચેક કરવાના ભાગરૂપે શહેરના ઇન્ચાર્જ પોલીસ કમિશ્નર પ્રેમવિર સિંઘ, સંયુક્ત પોલીસ કમિશનર, સેક્ટર 02 એમ.એસ ભરાડા, નાયબ પોલીસ કમિશ્નર ઝોન 06 એ.એમ.મુનીયા દ્વારા ગેરકાયદે રહેતા બાંગ્લાદેશી ચેક કરવા માટે ઝોન 06 વિસ્તારના સાતેય પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓ અને પોલીસ સ્ટાફના વિશાળ કાફલા સાથે
કોમ્બીંગ અને સઘન ચેકીંગ દરમિયાન પોલીસને જાણ કર્યા વગર મકાન ભાડે આપવાનું જણાઈ આવતા, જાહેરનામા ભંગના 9 કેસો, હથિયારબંધી જાહેરનામાના 2 કેસ , પ્રોહિબીશનના 5 કેસ કરી અને ધરપકડ કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, ઉપરાંત આશરે 250 જેટલા શકમંદોની પૂછપરછ પણ હાથ ધરવામાં આવેલ હતી.
અમદાવાદ શહેરના સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર-2 એમ.એસ ભરાડા ,નાયબ પોલીસ કમિશ્નર ઝોન 6 એ.એમ.મુનીયા દ્વારા આપવામાં આવેલી સૂચના આધારે, શહેર જે ડિવિઝનના એસીપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સ્થાનિક ઈસનપુર પીઆઈ ડી.ડી.ગોહિલ, પીએસઆઈ પી.જી.ચાવડા, ડી.જે.લકુમ, એ. એ.વાઘેલા, મણિનગર પીએસઆઈ સી.બી.ગોસ્વામી, વટવા પીએસઆઈ સી.એચ.રબારી, એ. વાય.ઉધાસ, નારોલ પીએસઆઈ એ. એ.વ્યાસ, એસ.જી. રોત, એ.જી. બ્રિંદ અને કાગડાપીઠ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ. એસ એસ.ગોસ્વામી તથા ઝોન 06 એલસીબી પીએસઆઈ એમ.વી.ભાટિયા સહિતના 150 માણસો કાફલાસાથે ગેરકાયદે રહેતા બાંગ્લાદેશી ચેક કરવા માટે ઝોન 06 વિસ્તારના સાતેય પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓ અને પોલીસ સ્ટાફના કાફલા સાથે ગેરકાયદે બાંગ્લાદેશી માટે હબ ગણાતા, ચંડોળા તળાવ વિસ્તારમાં કોંબિંગ અને સઘન ચેકીંગ ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.
તમામ ભાડે આપેલા મકાન ચેક કરતા, 9 જાહેરનામા ભંગના ગુન્હાઓ નોંધવામાં આવેલા છે. બે આરોપીને હથિયાર સાથે પકડી પાડી, દેશી દારૂના પાંચ ગુન્હાઓ નોંધી, 13 ઈસમો વિરૂદ્ધ અટકાયતી પગલાઓની કાર્યવાહી કરવામાં આવી છે. આ ચેકીંગની ઝુંબેશ દરમિયાન 250 જેટલા શકમંદોની પૂછપરછ* પણ કરવામાં આવેલ છે. ઝોન 06 વિસ્તારના ઈસનપુર ચંડોળા ખાતેથી બે દિવસ પહેલા ઈસનપુર પોલીસ દ્વારા ત્રણ ગેર કાયદેસર બાંગ્લાદેશી મોહમ્મદ હામિમ મોહમ્મદ ઓહાપ સિકદેત, કમલ તસમિર શેખ તથા મોહંમદ તોરી તુલઈસ્લામ સિદિક મુલ્લાં ને પકડી પાડી, ડીટેઈન કરી, આગળની કાર્યવાહી* પણ હાથ ધરવામાં આવેલ છે.
આગામી દિવસોમાં રથયાત્રા, બકરી ઇદ વિગેરે ધાર્મિક તહેવારો આવનાર હોય, આવા તહેવારોના સમયગાળા દરમિયાન આતંકવાદી તથા ગુન્હેગારો અન્ય શહેર, રાજ્ય કે દેશમાંથી આવી, કોઈના મકાન ભાડે રાખીને અમદાવાદ શહેરમાં રહી, સ્થાનિક જગ્યા વિગેરેનો સર્વે કરી, સ્થાનિક પરિસ્થિતિથી માહિતગાર થઈને તેઓની ત્રાસવાદી તથા ગુન્હાહિત પ્રવૃત્તિઓને અંજામ આપી, ગુન્હેગારો દ્વારા ગરબડી કરવાની શક્યતા નકારી શકાતી નથી, પૂર્વે ઝોન 06 વિસ્તારમાં છેલ્લા અઠવાડિયા દરમિયાન આશરે 350 મકાન માલિકો વિરુદ્ધ ગુન્હાઓ નોંધી, એક માસમાં હથિયાર ધારા જાહેરનામા ભંગ બદલ 157 ઈસમો વિરુદ્ધ તેમજ તડીપાર ભંગ માં 51 આરોપીઓ વિરુદ્ધ ગુન્હાઓ નોંધી, *ઝોન 06 માં કરવામાં આવેલ અસરકારક કામગીરીથી પોલીસને જાણ કર્યા વગર ભાડે આપનાર મકાન માલિકોમાં, ગેરકાયદે રહેતા બાંગ્લાદેશી નાગરિકોમાં તેમજ હથિયાર લઈને ફરતા ઇસમોમાં ફફડાટ ફેલાયો છે.
રથયાત્રા દરમિયાન ઝોન 06 ના પોલીસ અધિકારીઓ તથા સ્ટાફ દ્વારા રાખવામાં આવેલ ખાસ કોમ્બિગ અને સઘન ચેકીંગ ના કારણે ચંડોળા વિસ્તાર શહેરમાં રહેતા ગેરકાયદે બાંગ્લાદેશી શહેરમાં પોલીસને જાણ કર્યા વગર ભાડે આપનાર મકાન માલિકો તથા અસામાજીક તત્વોમાં ફફડાટ* ફેલાયો છે. *રથયાત્રા દરમિયાન તેમજ ત્યારબાદ આ સઘન ચેકીંગ સતત ચાલુ જ રાખવામાં આવશે,