સરકારી હોસ્પિટલનાં કોવિડ વિભાગમાં 30 થી 40 દર્દીઓની સુવિધા ઓકિસજન બાટલાનો અભાવ 

વાંકાનેરમાં કોરોના મહામારીએ કાળોકેર વર્તાવ્યો છે. કોરોના સાથે તાવ-શરદી-ઉઘરસના દર્દીઓ દિન પ્રતિદિન વધી રહ્યા છે. અને નાની મોટી બીમારીમાં દરરોજ 10 થી 15 લોકોના મોત થઈ રહ્યાછે. પરંતુ સરકારી તંત્રનું પેટનું પાણી હલતુ નથી.

જયારે વર્તમાન સમયમાં કોરોના કોવીડ માટે જે બિલ્ડીંગ કાર્યરત છે. તેમાં પણ મોટી સુવિધા છે. પરંતુ આરોગ્ય તંત્રએ વાંકાનેરમાં માત્ર 30 દર્દીઓની સારવાર જેટલી જ સુવિધા કરેલ છેલ્લા બે દિવસથી 10 ખાટલા વધારતા 40 બેડની સુવિધા ઉભી કરવામાં આવી છે. પણ ખાટલે મોટી ખોટ જેમ આ હોસ્પિટલમાં ઓકસીજનના બાટલા જ 15 થી 17 હોય કોવીડ સેન્ટરમાં પુરી ઓકીશીજનની પણ વ્યવસ્થા નથી થોડા દિવસ પહેલા 4 ઉદ્યોગપતીઓએ 4 ઓકસીજન મશીન આ હોસ્પિટલને આપ્યા છે.જયારે ઘણા દર્દીઓને ઓકસીજનની વ્યવસ્થા તેના સગાઓ દ્વારા કરવા દોડવું પડે છે.

વાંકાનેરની સરકારી હોસ્પિટલમાં ત્રણ ત્રણ બિલ્ડીંગ છે. ત્યારે સરકારી તંત્ર અને એ.સી. ઓફીસમાં બેસીને વર્ક કરતા અધિકારીઓ ધારેતો વાંકાનેરમાં 100 બેડની હોસ્પિટલ તાત્કાલીક શરૂ કરી શકે પણ હોસ્પિટલમાં વર્તમાન સ્ટાફમાં પણ મોટી ઘટ છે. ખુદ સુપ્રિમટેન્ડન્ટ પણ કોરોનાને લઈ રજામાં છે 40 બેડની હોસ્પિટલમાં 40 બાટલા ઓકિસજનના પણ નથી આમા દર્દીને તાત્કાલીક જરૂરત ઉભી થાય તો દર્દીના સગાઓને દોડધામ કરતા અને સ્કુટર કે રીક્ષાઓમાં બાટલા લઈને આમ તેમ ભટકતા જોવા મળે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.