મેળાને લઇને 132 ઉતારાની જગ્યા અને જંગલમાં 100 ઉતારાની જગ્યા ફાળવાય ભવનાથ તળેટીમાં 3 સ્થળોએ આરોગ્ય કેન્દ્ર અને 1 મોબાઇલ વાન ઉપલબ્ધ રહેશે
અબતક,દર્શન જોશી,જૂનાગઢ
મહાશિવરાત્રીના મેળાને લઇને જિલ્લા વહિવટીતંત્ર અને મહાનગરપાલિકા દ્વારા વિવિધ કામગીરીઓ હાથ ધરવામાં આવી છે. અને યુદ્ધના ધોરણે આગવી કામગીરી પૂર્ણ થાય તે માટે રાત – દિવસ કામગીરી ચાલી રહી છે, આ સાથે મેળા અનુલક્ષી વિવિધ વિભાગ દ્વારા જરૂરી કામગીરી માટે આગવા આયોજન કરી લેવામા આવ્યા છે, તંત્ર દ્વારા ભવનાથ ક્ષેત્રમાં એક સેન્ટ્રલ ક્ધટ્રોલ રૂમ તથા મનપા દ્વારા દત ચોકમાં લોકોની સુવિધા અર્થે દત્ત ચોક ખાતે માહિતી કેન્દ્ર શરૂ કરવામાં આવશે જેના ફોન નંબર જાહેર કરી દેવામાં આવ્યા છે. તો, ટ્રાફિક નિયમન સહિતની બાબતો માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા વિવિધ જાહેરનામા પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે.
છેલ્લા બે વર્ષથી કોરોના ના કારણે ભવનાથનો શિવરાત્રી મેળો બંધ રહ્યા બાદ આ વર્ષે મેળો યોજાય થતો છે ત્યારે આ વખતનો મેળામાં રેકર્ડ બ્રેક ભાવિકો ઉમટી પડે તેવી સંભાવના છે, ત્યારે વહીવટી તંત્ર, મનપા, દ્વારા પૂરી તૈયારીઓ અગાઉથી જ આરંભી દેવામાં આવી છે. હજારોની સંખ્યામાં અધિકારીઓ, કર્મીઓ અને કામદારોને મેળા માટે ફરજ સોંપવામાં આવી છે, બીજી બાજુ સંતો, મહંતો, ઉતારા મંડળોમાં પણ ભારે ઉત્સાહ અને ઉમંગ છે, તથા મેળામાં આવતા ભાવિક ભકતજનોને ભોજન – પ્રસાદ તથા ઉતારા વ્યવસ્થા માટે તૈયારીઓ આરંભાઈ ગઈ છે. આ વર્ષે મેળામાં 132 ઉતારાની જગ્યા ફાળવવાની કામગીરી કરવામાં આવી છે. તેમજ જંગલ વિસ્તારમાં 100 ઉતારાની જગ્યાઓમાં વર્ષોથી જે ઉતારા મંડળને કુલ8ર પ્લોટ કોર્મશીયલ હેતુ માટે ફાળવવામાં આવે છે તેની જાહેર હરરાજીમાંથી કોર્મશયલ પ્લોટોના ભાડેથી વેંચાણ સબબ અંદાજે રૂા. 14 લાખ જેટલી આવક થાય છે.
મેળાના સમય દરમિયાન લોકોને શુધ્ધ ખોરાક મળી રહે તે ધ્યાને લઈ ફુડ શાખા તેમજ જિલ્લા ફુડ વિભાગ દ્વારા ટીમોની રચના કરવામાં આવેલ છે. જેમના દ્વારા ભવનાથ ક્ષેત્રમાં ખાદ્ય ચીજ વસ્તુનું ચેકીંગ કરવામાં આવશે.
જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા મેળાની કામગીરીમાં મંડપ સર્વિસ તથા બેરીકેટીંગની કામગીરીમાં રૂા. 55 લાખ, લાઈટ, સાઉન્ડ, એલ.ઈ.ડી. વગેરેમાં રૂા. 25 લાખ, સાફ સફાઈ, પાણી પુરવઠા વગેરેમાં રૂા.15 લાખ તથા અન્ય પરચૂરણ ખર્ચ રૂા. 5 લાખ સહિત કુલ રૂા.1 કરોડનો ખર્ચ કરવામાં આવશે. મહાશિવરાત્રી મેળામાં અવિરત વીજ પુરવઠો જાળવવા પીજીવીસીએલની 29 ટીમ ખડેપગે રહેશે.નાયબ ઇજનેરો, લાઇન સ્ટાફ, હેલ્પર સહિત કુલ 150 વીજ કર્મીઓ રાઉન્ડ ધી કલોક વીજ વ્યવસ્થા સંભાળશેભવનાથના મહાશિવરાત્રી મેળામાં અવર-જવર માટે વિવિધ રસ્તાઓમાં નિયમન કરાયા છે. મહાશીવરાત્રીના મેળા દરમિયાનભરડાવાવ-ગિરનાર દરવાજાથી ભવનાથ તરફ વાહનોની અવરજવર અંગે જાહેરનામું બહાર પડાયું છે