રાજકોટ: કોરોના મહામારી વચ્ચે તૌકતે વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે. અરબી સમુદ્રમાં તૌકતે વાવાઝોડું વધુ મજબુત બની ગુજરાતના દરિયા કિનારા તરફ આગળ વધી રહ્યું છે. વેરાવળથી 700 કિલોમીટર દૂર છે. સંભવિત વાવાઝોડાની અસરને લઇને તંત્ર અને NDRFટૂકડીઓ એલર્ટ થઇ ગઇ છે.
વાવાઝોડું સક્રિય થયું ત્યારે પોરબંદરથી નલિયા વચ્ચેથી પસાર થવાનું હતું. પરંતુ વાવઝોડાનો માર્ગ બદલાઇને પોરબંદર-મહુવા વચ્ચેથી પસાર થવાનું હવામાન વિભાગનું અનુમાન છે. 18મેના વહેલી સવારે વાવાઝોડું ગુજરાતના દરિયા કિનારે પહોંચે તેવી શકયતા છે.
સંભવિત વાવાઝોડાના પગલે કચ્છના દરિયાઈ વિસ્તારમાં BSF દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ, સાયકલોનની વચ્ચે ક્રિક બોર્ડર પાકિસ્તાનની નાપાક હરકત ન થાય એ માટે BSFનું રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલીંગ કરી રહી છે.
વાવાઝોડને લઈ સરકાર સજ્જ થઇ છે. વહીવટી તંત્ર દ્વારા દરિયા કિનારના વિસ્તારમાં કામગીરી શરૂ કરી દીધી છે. વાવઝોડું નજીક પહોંચે અને લોકોને સ્થળાંતર કરવા પડે તો ડેટા તૈયાર કરી લીધો છે. તેમજ ભારત સરકારે ફાળવેલી NDRFની 24 ટીમ રાજ્યના દરિયાકિનારાના જિલ્લાઓમાં તૈનાત કરી દેવામાં આવી છે. SDRFની પણ 6 ટીમ કાર્યરત કરી દેવાઇ છે. ઉપરાંત BSF, પોલીસ, ફાયરબ્રિગેડને પણ સતર્ક અને સજ્જ કરી દેવાયા છે.
https://youtu.be/Otq8oja3mXE