પોરબંદર, જૂનાગઢ, ગોંડલ, ધોરાજી અને ઉપલેટા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાંથી રાજકોટ શહેરમાં ભેળસેળ યુકત દુધ ઘુસાડવામાં આવતું હોવાની પ્રબળ સંભાવનાના આધારે મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાના આદેશના પગલે આજે વહેલી સવારે 4.30 કલાકથી કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા મેગા ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી ગોંડલ રોડ ચોકડીએથી રાજકોટમાં આવનારા દુધના 22 જેટલા દુધના વાહનોને રોકી ચેકિંગ કરવામાં આવ્યું હતુ. જેમાં પાંચ વાહનોમાં રહેલો દુધનો જથ્થો શંકાસ્પદ જણાતા રાજય સરકાર દ્વારા ફાળવવામાં આવેલી ટેસ્ટીંગ વાનમાં સ્થળ પર જ નમૂના લઈ પરિક્ષણ કરાયું હતુ પાયચેય નમૂનામા દુધમાં પાણીની ભેળસેળ કરવામાં આવતી હોવાનું ખૂલ્યું હતુ આ ઉપરાંત દુધમાં નિયત માત્રા કરતા ઓછા ફેટ મળી આવતા સ્થળ પરથી ભેળસેળ યુકત 228 લીટર દુધના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. રાજકોટ શહેરમાં ભેળસેળીયું દુધ ઘુસાડવામાં આવતું હોવાનો પર્દાફાશ થતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
આ અંગે વધુ માહિતી આપતા કોર્પોરેશનના નાયબ આરોગ્ય અધિકારી ડો. પંકજ રાઠોડે જણાવ્યું હતુ કે, રાજકોટ શહેરમાં આસપાસના ગ્રામ્ય વિસ્તારો તથા અન્ય જિલ્લામાંથી ભેળસેળ વાળુ દુધ ઘુસાડવામાં આવતું હોવાની ફરિયાદ મળતા મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાના આદેશના પગલે આજે વહેલી સવારે 4.30 કલાકથી આરોગ્ય શાખા દ્વારા ભેળસેળીયું દુધ પકડી પાડવા માટે મેગા ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. જેમાં જૂનાગઢ, પોરબંદર, ઉપલેટા, ધોરાજી સહિતના ગામોમાંથી રાજકોટ શહેરમાં દુધ લઈને આવતા દુધના વાહનો જેવા કે ટેન્કર, છકડો રીક્ષા, ટેમ્પો, વગેરેમાં લુઝ દુધ તથા પેક્ગિ દુધનું ચેકીંગ કરાયું હતુ રાજય સરકાર દ્વારા દુધના ટેસ્ટીંગ માટે ખાસ ફાળવવામાં આવેલી ટેસ્ટીંગ વાનમાં દુધના સેમ્પલ લઈ
પરીક્ષણ કરવામાં આવ્યું હતુ જેમાં દુધમાં ફેટનું પ્રમાણ, એસએનએફનું પ્રમાણ, પાણી કે યુરિયાના ભેળસેળની તપાસ કરી શકાય છે.
તેઓએ વધુમાં ઉમોર્યું હતુ કે આજે સવારે ગોંડલ ચોકડીથી રાજકોટમાં દુધ લઈને આવતા કુલ 22 વાહનો ચેક કરવામાં આવ્યા હતા. જેમાં પાંચ વાહનોમાં રહેલો દુધનો જથ્થો શંકાસ્પદ જણાતા નમૂના લઈ સ્થળ પર જ નમૂના લઈ દુધનું પરિક્ષણ કરવામાં આવ્યું હતુ જેમાં દુધમાં પાણીની ભેળસેળ કરવામાં આવતું હોવાનું ખૂલ્યું હતુ આ ઉપરાંત ફેટનું પ્રમાણ પણ ખૂબજ ઓછુ હતુ. ભેળસેળ યુકત 228 લીટર દુધનો જથ્થાનો સ્થળ પર જ નાશ કરી દેવામાં આવ્યો હતો. આસપાસનાં જિલ્લા તથા ગ્રામ્ય પંથકોમાંથી રાજકોટમાં ભેળસેળ યુકત દુધ ઘુસાડવામાં આવતું હોવાની ઘટનાનો પર્દાફાશ થતા શહેરભરમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.