એરપોર્ટ પર ટેસ્ટ, હોમ કવોરન્ટાઇન તથા જરૂરી સાવચેતી માટે આરોગ્ય તંત્રની વ્યવસ્થા
અબતક, વિનાયક ભટ્ટ
ખંભાળીયા
ઓમિક્રોન વેરીયન્ટને પગલે તંત્ર દ્વારા વિદેશથી આવતા મુસાફરોનું ચેકીંગ હાથ ધરવામાં આવે છે. જેને લઇ તાજેતરમાં દેવભૂમિ દ્વારકા જીલ્લામાં બહારથી આવતા વિદેશના મુસાફરોમાંથી વીસ લોકોનું ચેકીંગ કરવામાં આવ્યું, હતુ તથા તેઓને હોમ કવોરોન્ટાઇન કરાયા હતા. તથા ખોટા સરનામા વાળા આઠ લોકોને શોધી સેંપલ લેવામાં આવેલ તથા ઓર્ટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યાં.
અત્યાર સુધીમાં દ્વારકા જીલ્લામાં આવનારા 40 જેટલા વિદેશી મુસાફરો પૈકી જાહેર થયેલ હાઇરીસ્ક વાળા દેશોમાંથી એકપણ મુસાફર ન હતા. પરંતુ આગામી 19 ડીસેમ્બરના રોજ ગંભીર ગણાતા હાઇરીસ્કવાળા સાઉથ આફિક્રાથી પાંચ મુસાફરો દ્વારા જીલ્લામાં આવતા હોય ત્યારે આ પાંચેય મુસાફરો માટે આરોગ્ય તંત્ર એલર્ટ થયું છે.
જીલ્લા કલેકટર એમ.એ. પંડયાના માર્ગદર્શન હેઠળ આ તમામ વ્યકિતઓ આવે તેઓને તુરંત જ એરપોર્ટ પરથી જ ટેસ્ટ કરવા તથા હોમકવોરેન્ટાઇની કામગીરી સહિત તમામ સાવચેતીના પગલા તથા જરુરી સુવિધાની વ્યવસ્થા જીલ્લા આરોગ્ય અધિકારી ડો. રાજ સુતરીયા તથા તેમની ટીમે કરેલ છે.