ધર્મેશ મહેતા,મહુવા: ગુજરાત પર હાલ ‘તાઉતે’ વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, ”તાઉતે’ આજે રાતે ગુજરાતમાં આવી જશે.’ આ વાવાઝોડા સામે રક્ષણ માટે NDRFની ટીમો તૈનાત કરવામાં આવી છે. ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે.
ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના દરિયા નજીકના 13 ગામોને તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા. જેમાં કતપર, બંદર, નીપ , કળસાર, નીચા કોટડા, ઉંચા કોટડા, વાઘનગર, દયાળ, નિકોલ, ગઢડા, દુધેરી, ખરેડ, જેવા અનેક દરિયાકિનારે આવેલા ગામોને તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે.
મહુવાના દરિયાઈ કાંઠા વારા વિસ્તારના 2400 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. હાલમાં આ દરિયા કિનારે 30 થી 40ની ઝડપીએ પવન ફૂંકાઇ રહ્યો છે. કેબિનેટના મંત્રી ગણપત વસાવાને મહુવાની પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે જવાબદારી સોંપાઈ છે. મહુવામાં NDRF ની એક ટીમ પણ આવી પહોંચી છે. આ સાથે મહુવા પ્રાંત કલેકટર પંકજ વલવાઈ તથા મામલાદાર સાહેબ ની ટીમ ખડેપગે રહીને કામગીરી કરી રહ્યા છે.