બેન્ક ખાતા ખોલવાની ના પાડનાર અને અસરગ્રસ્ત ના ગરીબ ને છલક છલાણૂ કરનાર નો અહેવાલ બાદ પાટે ચડી ગયા ધડાધડ નવા ખાતા ખુલી ગયા કલેકટર સહિત નાએ નોધ લિધી ગત શનિવારે સવારે ટંકારા મા આકાશમાંથી આભ તૂટી પડયું હતું અને નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા જેથી ગરીબ પરિવારોનાં ધરવખરી પલળી ને પાણી મા તણાયા બાદ તંત્ર દ્વારા તાત્કાલિક સહાય ચેક આપી ચુકવણી કરી હતી પરંતુ ૯૯ પરીવાર માથી ૫૦ જેટલા નેજ બેન્ક ખાતા હોય બાકિના ૪૯ પરિવારો સહાય ચેક નુ શુ અથાણું કરે? તોપણ તંત્ર દ્વારા તમામ બેન્ક ને ખાતા ખોલવા સુચના આપી હતી પરંતુ કામગીરી ને નહી કરવાની આદત પડી ગયેલા મેનેજર દ્વારા ગરીબ ની મશ્કરી કરી આખો દિવસ છલક છલાણૂ ઓલા ધરે ભાયુ જેવો વ્હેવાર કર્યો હતો
આ સમગ્ર મામલે અબતક મા છપાયા બાદ બેન્ક કર્મચારી સિધાદોર થઈ ગયા હતા અને ધડાધડ અસર ગ્રસ્ત ના ખાતા ખોલાવી આપ્યા હતા આ રીપોર્ટ ની નોધ કલેકટરે પણ લીધી હતી અને જરૂરી આદેશ આપ્યા હતા ત્યારે હવે કામ ચોરી કરનાર કર્મચારી ને કડક સજા કરવામાં આવે તેવી માંગ ઉઠી છે