જામનગર હેઠળના ૮ ગામોમાં અંધારપટ્ટ યથાવત, ૨૩૯૭ વીજપોલ જમીનદોસ્ત
જૂનાગઢ, જામનગર અને ભુજના ૭૨ ફીડરો બંધ : ૧૦૨ ટીસી ખોટકાયા
ભારે વરસાદે સૌરાષ્ટ્ર કચ્છમાં વીજ કંપની માટે મોટી તબાહી સર્જી હતી. વીજ તંત્રને ભારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. સમારકામ માટે વિજકર્મીઓની ફૌજ દિવસ રાત કામે લાગી હોવાનું જાણવા મળ્યું છે. તેમ છતાં હજુ પણ જામનગરના ૮ ગામોમાં અંધારપટ્ટ યથાવત રહ્યો છે. ૨૩૯૭ જેટલા વીજપોલ જમીનદોસ્ત હાલતમાં છે. ૧૦૨ જેટલા ટીસી ખોટકાઈ ગયા છે.
સૌરાષ્ટ્ર કચ્છમાં ચાર દિવસ પડેલા ભારે વરસાદથી વિજતંત્રને મોટું નુકસાન પહોંચ્યું છે. આ ઉપરાંત ગઈકાલે પણ અનેક સ્થળોએ મેઘરાજાની મહેર થઈ હતી.તેમાં પણ વીજ કંપનીઓને ઘણું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે.
જેમાં કુલ ૭૨ એગ્રીકલ્ચર ફીડર બંધ થયા છે. જેમ્સ જૂનાગઢના ૧૨, જામનગરના ૧૮ અને ભુજના ૪૨ ફીડરોનો સમાવેશ થાય છે. આ સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લો પણ પીજીવીસીએલના રેકોર્ડમાં જામનગરમાં સમાવવામાં આવતો હોય સત્તાવાર માહિતી પ્રમાણે જામનગરના ૮ ગામોમાં હજુ પણ વીજ પુરવઠો બંધ હાલતમાં છે.
આ ૮ ગામોમાં છેલ્લા ચારથી પાંચ દિવસથી અંધારપટ્ટ સર્જાયો છે. ગામમાં પાણી ભર્યા હોય જેથી અહીં સમારકામ થઈ શકતું ન હોવાનું વીજ કંપનીએ જાહેર કર્યું છે. આ ઉપરાંત કુલ ૨૩૯૭ જેટલા વીજ પોલ જમીનદોસ્ત હાલતમાં છે. જેમ્સ રાજકોટ રૂરલના ૧૮૭, પોરબંદરના ૨૬૨, જૂનાગઢના ૮૫, જામનગરના ૧૭૯૫ અને ભુજના ૬૮ વીજપોલનો સમાવેશ થાય છે.વધુમાં ૧૦૨ જેટલા ટીસી ખોટવાયા છે. જેમાં રાજકોટ રૂરલના ૧૩, પોરબંદરના ૧૪ અને જામનગરના ૭૫ વીજપોલનો સમાવેશ થાય છે.