૮ મી માચઁ વિશ્ર્વ મહિલાદિન નિમીતે ટંકારામા વૈદિકધમઁની મહેક પ઼સરાવતા આયઁસમાજ દ્વારા આજે  નારીશક્તિને પ઼ોત્સાહિત કરવા અને વતઁમાન સમયમા પણ મહિલાઑ પ઼ત્યે સમાજમા કોઈખૂણે પ઼વતઁતી ભેદરેખાને ભુસવાના પ઼યાસરૂપે મહિલાસંમેલન યોજવામા આવ્યુછે.જેમા,સમાજમા મોભાદાર દરજ્જો ધરાવતી મહિલાઑ જ સમાજમા મહિલાઑને પડતી સમસ્યાઑ અંગે માગઁદશઁન આપશે.

મહષિઁદયાનંદ સરસ્વતિની જન્મભૂમિ ટંકારામા દયાનંદ સ્થાપિત આયઁધમઁની મહેક પ઼સરાવતી આયઁસમાજ(ત્રણ હાટડી)સંસ્થા દ્વારા આજે ૮ મી માચેઁ વિશ્ર્વમહિલા દિન નિમીતે નારીશક્તિનુ સમાજમા સ્થાન,મહત્વ અને મહષિઁઍ માતૃશક્તિની કરેલી હિમાયતને ઉજાગર કરવાના હેતુથી મહિલા સંમેલન રાખ્યુછે.કાયઁક઼મ અંગે માહિતી આપતા સંસ્થાના આયઁવીર દળના સદસ્ય યોગેશ કારાવડીયાઍ જણાવ્યુહતુકે,દયાનંદ સરસ્વતિઍ સમાજમા પ઼વતઁતિ કુરિવાજો,અંધશ્રધ્ધ ા,સતિપ઼થા,મુતિઁપુજા,વિધવા વિવાહની મનાઈ સહિતના મુદે બંડ પોકારી સામાજીક ક્ષેત્રે આમુલ પરીવતઁનો કરવા જંગ છેડી આયઁધમઁ સ્થાપ્યોહતો.જેમા,માતૃશક્તિને સમાજમા ઉચસ્થાનની હિમાયત કરીહતી.નારીશક્તિનુ દરેકક્ષેત્રે ગૌરવ વધારવાના ૠષિના કંડારેલા માગેઁ આગળ ધપવા આયોજન કરાયાનુ કહ્યુહતુ.કાયઁક઼મમા હાલમા પણ અમુક સમાજ,જ્ઞાતિમા મહિલાઑનુ ઉત્પિડન અટકયુનથી,સમાજના કોઈકખૂણે કયાંક મહિલાઑ સંપૂણઁસુરક્ષિત નથી.શિક્ષણમા હજુ વંચિત રહેછે.

તે ભેદરેખાને ભુસવા આયઁસમાજ પ઼યાસ કરેછે.મનુસ્મૃતિમા વણઁવ્યા મુજબ જયા નારીઑનુ સન્માન થાયછે ત્યા દેવતા રમણ કરેછે.તે ઉક્તિને સાથઁક કરવા વૈદિકધમઁની સંસ્થાનો મહિલાદિને પ઼યાસછે.મહિલાઑના હિતમા યોજાયેલ કાયઁક઼મમા સમાજમા મોભાદાર દરજ્જે રહેલી મહિલાઑજ મહિલાઑને સમાજમા માનભેર કેમ જીવવુ અને સમસ્યા સામે કેમ લડવુ સહિતના મુદે માગઁદશઁન આપશે. નારીશક્તિને સમાજમા ગૌરવસાથે સડસડાટ આગળ ધપવા માટેની ટીપ આપવા રાજકોટની સરોજીની નાયડુ હાઈસ્કુલના આચાયઁ ડો.સોનલબેન ફળદુ,મહિલા કોલેજ મોરબીના નયનાબેન ભાલોડીયા,ટંકારાના પોલીસ સબ ઈન્સપેકટર ધમિઁષ્ઠાબેન ગૌસ્વામી સહિતના ખાસ ઉપસ્થિત રહેશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.