લગ્ન માટે ભેગા કરવા રૂપિયા બાબતે થયેલી બોલાચાલીમાં ઢીમ ઢાળી દીધાની કબુલાત
ટંકારાના વાઘગઢ ગામે અર્ધ-દટાયેલ હાલતમાં હત્યા થયેલ મૃતદેહ મળ્યો હતો. હત્યા થયેલ મૃતદેહની ઓળખ મેળવવાના પ્રયાસમાં જ્યાંથી મૃતદેહ મળ્યો તે વાડીમાં ખેતમજૂરી કરતા શખ્સની હોય અને તેની હત્યા તેના પુત્રએ જ કરી હોવાનું તપાસમાં કબૂલાત આપી હતી. જેથી આરોપીને હસ્તગત કરી આરોપી વિરુધ્ધ ગુન્હો નોંધી થયેલ હત્યાનો મોરબી એલસીબીએ ગણતરીની કલાકોમાં ભેદ ઉકલ્યો હતો.
મળતી માહિતી અનુસાર ગત તા.17 એપ્રિલના રોજ સવારના ટંકારા તાલુકાના વાઘગઢ ગામની સીમમાં વોકળા કાંઠેથી એક અર્ધ દાટેલ અને જનાવર ખાઇ ગયેલ હાલતનો મૃતદેહ મળી આવેલાની જાણ ટંકારા પો.સ્ટે. ખાતે આવતા જે ઘટનાની જાણ મોરબી એલ.સી.બી.ને થતાં મોરબી એલ.સી.બી. પોલીસ ટીમ લાશની ઓળખ મેળવવાના પ્રયાસો હાથ ધરેલ હતા
તે દરમ્યાન એલ.સી.બી. સ્ટાફ દ્વારા મળી આવેલ માનવ મૃતદેહ હિરાભાઈ વેસ્તાભાઈ ડાવર ઉ.વ-6ર રહે- હાલ વાઘગઢ ગામની સીમ રાજેશભાઈ નથુભાઈ રાણીપાની વાડીમાં, મુળરહે. દેવલા ગામ તા-મનાવર જી-ધાર મધ્યપ્રદેશની ઓળખ મેળવી મરણ જનારને કોઇ તિક્ષ્ણ હથિયાર બોથળ પદાર્થના ઘા શરીરે મારી હત્યા નિપજાવી હોય અને તેની લાશને નિર્જન જગ્યાએ દાટી દિધેલ હોય જે લાશનું પી.એમ કરાવવાની તથા આરોપીની શોધખોળ બાબતે અલગ અલગ ટીમો બનાવી સઘન અને ઉડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી.
વધુમાં ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઇ આરોપીને શોધી કાઢવા બાબતે મોરબી ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી આરોપીને તાત્કાલિક શોધી કાઢવા માટે પ્રયત્નો હાથ ધરેલ હતા. તે દરમ્યાન મરણ જનારના દિકરા આરોપી પપ્પુ હિરાભાઈ ડાવર ઉવ.25 ધંધો ખેતમજુરી રહે. હાલ રાજેશભાઈ રાણીપાની વાડી વાઘગઢ ગામ તા ટંકારા જી મોરબી મુળ રહે. દેવલા તા મનાવાર જી ધાર એમ.પીને તેના પિતા સાથે લગ્નના ભેગા કરેલ રૂપિયા અંગે બોલાચાલી થતાં તેના પિતા દ્વારા તેને માર મારતા ઉશ્કેરાઈને આરોપીએ તેના પિતાને કુહાડીના ઘા મારી હત્યા નિપજાવી લાશને વોકળાના કાંઠે દાટી દિધેલ હોય જેની સઘન પુછપરછ મોરબી એલસીબી દ્વારા કરતા આરોપીએ ગુનાની કબૂલાત આપતા તેને હસ્તગત કરી એલ.સી.બી. મોરબી દ્વારા ટંકારા પો.સ્ટે.ખાતે સોંપી આપેલ હતો.
આ કામગીરીમાં મોરબી એલસીબી પીઆઈ ડી.એમ.ઢોલ, તથા પીએસઆઈ કે.જે.ચૌહાણ, એન.એચ. ચુડાસમા, એ.ડી.જાડેજા તથા એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમ દ્વારા કરવામાં આવેલ હતી.