શિક્ષણ-સંસ્કારનું સિંચન કરતી ડી.એ.વી.સ્કૂલ સપવા રાજકોટી ટંકારા વચ્ચે રાજ્ય સરકાર જમીન પણ આપશે

મોરબી જિલ્લાના ટંકારા ખાતે રાજયપાલ આચાર્ય દેવવ્રતની પ્રેરક ઉપસ્થિતીમાં યોજાયેલ મહર્ષિ દયાનંદ સ્મારક ટ્રસ્ટ આયોજીત ઋષી બોધોત્સવ કાર્યક્રમમાં ઉદબોધન કરતા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે મહર્ષિ   દયાનંદ સરસ્વતીના જન્મસ્થાન ટંકારાનો ભવ્યાતીભવ્ય એક તીર્થધામ તરીકે રાજય સરકાર દ્વારા વિકાસ કરવામાં આવશે. જેથી સમગ્ર વિશ્વમાં લોકો તેમની આધ્યાત્મીક ચેતનાનો લાભ મેળવી શકે.

HON. CM. AT TANKARA 3

મુખ્યમંત્રી રૂપાણીએ વધુંમા જણાવ્યું કે દેશમાં શિક્ષણ સાથે સંસ્કાર સિંચનનું કાર્ય કરતી ડી.એ.વી સ્કુલ સ્થાપવા માટે  રાજકોટથી ટંકારા વચ્ચે રાજય સરકાર દ્વારા જમીનની વ્યવસ્થા કરવામાં આવશે.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ વધુંમાં જણાવ્યું કે મહર્ષિ દયાનંદ સરસ્વતી આધુનીક ભારતના ચિંતક, સમાજ સુધારક હતા. તેઓએ સમગ્ર જીવન દરમ્યાન દલીતોના, ઉધ્ધાર અને  સ્ત્રી શિક્ષણ માટે કાર્ય કર્યુ હતું તેઓએ સમાજના કુરિવાજો, બાળ લગ્ન અને સતીપ્રથાનો વિરોધ કર્યો હતો   આજના સાંપ્રત સમયમાં દયાનંદ સરસ્વતીના નિત્યાનંદ વિચારોની સમાજને આવશ્યકતા છે.

આ અગાઉ રાજયપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ દયાનંદ સરસ્વતીના જન્મસ્થાનની દર્શનાર્થે મુલાકાત લીધી હતી યજ્ઞમાં સહભાગી થયા હતા. અને દયાનંદ સરસ્વતીના જીવન કવનના  પ્રદર્શન નિહાળ્યુ હતું

આ પ્રસંગે રાજયપાલના ધર્મપત્ની દર્શનાદેવી, સાંસદ મોહનભાઇ કુંડારિયા ધારાસભ્ય લલીતભાઇ કગથરા, સુધીર મુજાલ, યોગેશ મુંજાલ, સુનીલ માનકટાલાં, સુરેશચંદ્ર આર્ય, લધાભાઇ પટેલ, ડો.વિનય વિદ્યાલંકાર, વિનય આર્ય સાધ્વી ઉતરમાયતી, એમ.ડી.એચ મશાલા વાળા ધરમપાલ ગુલાટી જયસુખભાઇ પટેલ, જિલ્લાા ભાજપ પ્રમુખ રાઘવજીભાઇ ગડારા, કલેકટર જે.બી પટેલ, જિલ્લા વિકાસ અધિકારી ખટાણા,  અધિક નિવાસી કલેકટર  કેતન જોષી, પ્રાંત અધિકારી એસ.જે.ખાચર મામલતદાર ડી.કે.પંડયા અને દેશના વિવિધ ભાગોમાંથી આવેલ આર્યસ માજના ભાઇ- બહેનો તથા રણજીતસિંહ પરમાર અને  નટવરસિંહ પરમાર  વગેરે ઉપસ્થિત રહયા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.