ભારે વરસાદથી ટંકારાને જોડતા તમામ રસ્તાઓ પર ખાડા
મેઘરાજાએ ગૌરવ પથના ગૌરવને બેનકાબ કરી લોકો વચ્ચે ખૂલ્લા પાડી દીધા રાજકોટ મોરબી ને જોડતો મુખ્ય રસ્તો પહાડ જેવો બન્યો છે ઠેર ઠેર ખાડા વાહન ચાલકોમાં પરેશાની તંત્ર હજુ આળસ ખંખેરી નથી રાજકીય નેતા વખતે રાતો રાત રિપેરીંગ કરનારા હવે કેમ દેખાતા નથી. ટંકારા મધ્યેથી પસાર થતો અને રાજકોટ મોરબી કચ્છને જોહતો અકે માત્ર નેશનલ હાઈવે ટંકારા પાસે ઠેર ઠેર તુટી જતા સતાધીશો અને તંત્ર બને બે નકાબ થયા છે. વારંવાર થીગડા થયા કરી કામ ચલાવાતો આ રોડ મેઘરાજાએ બેનકાબ કરી દીધો હોયતેમ કપડા ઉતારી પાડયા છે. હવે મોટા ગાબડા અને ખાડાથી મુસાફરો ભારે હાલાકી વેઠી રહ્યા છે. પરંતુ નિંભર તંત્રને આ દેખાતુન થી તેમ રોજ ત્યાંથી નિકળે છે. છતા કામ કરતા નથી ત્યારે આ કામ તાત્કાલીક કરવા લોક માંગ ઉઠી છે.
ટંકારામાં ચોથા દિવસે પણ મેઘરાજા ઓળધોળ ગ્રામ્ય પંથકમાં ૧ થી પ ઇંચ સુધી વરસાદ પડયો તો ઓટાળા ગામે વીજળી પડવાના સમાચાર કોઇ નુકશાની નથી. આજે વહેલી સવારથી ભારે ગાજવીજ સાથે વરસાદ શરુ થયો છે સીઝનનો ૧૯૪ ટકા વરસાદ પડી ગયો છે.
ટંકારામાં અતિવૃષ્ટિ થી ઘણા રોડ રસ્તા, નદી નાળા અને સાથે સામાનની તબાહિ બાદ ગ્રામ્ય પંથકમાં ગઇકાલે સચરાચર વર્ષા વરસ્વાનું ચાલુ જ છે. જેમાં ૧ થી પ ઇંચ જેટલો વરસાદી પાણી વહાવિ મેઘરાજ ગાજ વિજ સાથે જામી પડયા છે. જેમાં હિરાપર, સાવડી, સરાયા, નેસડા, બંગાવડી, ખાખરા, ઓટાળા, નેકનામ, હમીરપર, મિતાણામાં ગઇ કાલે ભારે વરસાદ થયો હતો.
ટંકારા શહેરમાં ચોથા દિવસે પણ મેઘરાજા અવિરત ઝરમર ચાલુ છે. ત્રીજા દિવસના અંતે બે ઇંચ વરસાદ સાથે ફરી પાણી પાણી થઇ ગયું હતું. તો આજે આખો દિવસ વાદળ છાયુ વાતાવરણ પણ જોવા મળે છે. આ કારણે તંત્રને પણ સહાય તો વિજતંત્રને રીપેરીંગ કામગીરી કરવામાં ભારે મુશ્કેલી પડી રહી છે.
ટંકારામાં અતિ વરસાદ પડવાથી ઠેર ઠેર પાણી ભરાવાતા દર્શયો જોવા મળે છે. ત્યારે માખી અને મચ્છર નો ઉપદ્રવ ભારે ફાટી નીકળ્યો છે. તો ભારે રોગચાળા પહેલા દવા છંટકાવની માગ ઉઠી છે. ટંકારા અને ગ્રામ્ય પથંક હજુ એક મેકના સંપર્ક વિહોણા બન્યા છે. અમરાપર, રામવડ, ખીજડીયાના ઉપરી ગામડા પુલ તુટવાથી તાલુકા મથકે ફરી ફરી આવવુ પડે તેવી હાલત બની છે. ખેડુતો પોતાના ખેતરે પણ નુકશાની જોવા નથી જઇ શકતા. તો ટંકારા નહિ તો બે દિવસથી હાથીયા પુલ વહી રહી છે જેમાં મિતાણા ડેમ ભરાઇ જવાથી ભારે પાણી નદીમાં વહી રહ્યું છે.
વરસાદથી અસર જનજીવન પર પણ પડી છે. જેમાં શાકભાજી દુકાનદારો અને શાળા કોલેજોમાં રજા હોય તેવો માહોલ છે. એ સાથે અનેક દુકાનોમાં ઘરોમાં પાણી ઘુસી ગયા છે. પરંતુ હજુ વરસાદી વાતાવરણ ને કારણે સાફ થઇ શકે તેમ નથી.
આવા સમયે ટંકારા મામલતદાર ટીડીઓ જીઇબી પોલીસ અને સમાજ સેવકો થી ભારે મહેનતને જનતા સોશ્યલ મીડીયા અને ચોરેને ચોકે બિરદાવી રી છે અને પ્રસશા કરતા જોવા મળે છે.