સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ કલીપના આધારે તંત્રે કરી કાર્યવાહી

ટંકારાના જબલપુર ગામના ખેડૂતને જમીનના પંચરોજ કામના સરકારી કાગળ આપવાના બદલામાં રૂ. 1.11 લાખ લેનાર શખ્સ વિરુદ્ધ ઇન્ચાર્જ મામલતદારે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર જબલપુર ગામે 423 ખાતાના સર્વે નંબર 119/11/9/2 ની છ વીઘા જમીન પ્રવિણભાઈ ભીમજીભાઈ પરમારને વેચવી હતી.

તે હેતુ માટે કબ્જા સોપણીના પંચરોજકામની જરૂર હોય ટંકારા તાલુકાના કલ્યાણપર ગામના મહેશ ગોપાણી એ સંપર્ક કરી આ કાગળ એક લાખ અગિયાર હજારમાં કરાવી આપવાનું કહી રકમ પડાવી હતી. જેની ઓડિયો તથા વીડિયો કલીપ વાયરલ થતા ટંકારા ઇન્ચાર્જ મામલતદાર કે.ડી. બુશાએ ટંકારા પોલીસ મથકે સરકારી રેકોર્ડ દસ્તાવેજનો અંગત આર્થિક લાભ અર્થે ઉપયોગ કરવા અંગે ફરિયાદ નોંધાવી હતી. જેને પગલે પોલીસે આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.