વિદ્યાર્થીઓના પેપર રી-ચેકીંગમાં માર્કસમાં વધારો શા માટે થાય છે? સિન્ડિકેટ સભ્યોનો સવાલ
પેપર રીએસેસ્મેટને લઈને આવતા સપ્તાહે ફરી સિન્ડીકેટ મળશે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આજે સિન્ડિકેટની બેઠક મળી હતી .જેમાં પેપર ચેકીંગ માં થતા છબરડા મામલે તડાફડી બોલિગાય હતી વિદ્યાર્થી ના પેપર રિ-અસેસમેન્ટ માં માર્ક્સ માં વધારો શા માટે થાઈ છે તેવા સવાલો સિન્ડિકેટ સભ્યો એ કર્યા હતા પરીક્ષા ના રિફોર્મ માટે પણ સિન્ડિકેટ બેઠક માં મહત્વ ની ચર્ચા કરવામાં આવી હતી.
કાર્યકારી કુલપતિ નિલંબારીબેન દવેની અધ્યક્ષતામાં સિન્ડિકેટની બેઠક મળી હતી.જેમાં ડો.મેહુલ રૂપાણી, સફો.નેહલ શુક્લ, ડો.પ્રતાપસિંહ ચૌહાણ, ડો.ગિરીશ ભીમાંણી, ડો.નિદત બારોટ, ધરમ કામબલિયા સહિતના સિન્ડિકેટ સભ્યો હાજાર રહ્યા હતા.
આ બેઠકમાં પરિક્ષામાં પેપર ચેકીંગ દરમિયાન નિરીક્ષક પાસેથી બાહેધરી પત્ર લેવાનું પણ આયોજન સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કરી રહી છે. પેપર નું નિરીક્ષણ કરતા પહેલા નિરિક્ષકએ બાંહેધરી આપવી પડશે કે પેપર ચેકીંગમાં કોઈ ભૂલ ન થાય ઉપરાંત વર્ષ ૧૯૮૫માં નોકરી પર લાગેલા સાતમાળી/હેલ્પરને નિવૃત્તના લાભ ચૂકવવા માટે હાઇકોર્ટના ચુકાદા પર પણ સાંજ સુધીમાં નિર્ણય કરવામાં આવશે. પેપર રીએસેસ્મેન્ટને લઈને આવતા સપ્તાહે ફરી સિન્ડિકેટ મળવાની હોવાનું જાણવા મળ્યુંછે.