યુવા આગેવાન રસિક ચાવડા અને અજય શિયાળ દ્વારા રાષ્ટ્રપતિ અને સેન્સર બોર્ડને પત્ર લખીને કરી રજૂઆત

થોડા દિવસો પહેલાં તાનાજી: ધ અનસંગ વોરિયર્સ ફિલ્મ નું ટ્રેલર રિલીઝ થયું છે ત્યારે આ ફિલ્મ વિવાદોમાં ઘેરાઇ છે આ ફિલ્મ નિર્દેશક ઓમ રાઉત દ્વારા બનાવવામાં આવી છે. ફિલ્મ છત્રપતિ શિવાજી મહારાજનાં સેનાપતિ તાનાજીરાવ માલુસરે દ્વારા ઈ.સ.૧૬૭૦ માં કોંઢાણા (સિંહગઢ)ના કિલ્લા માટે થયેલા યુધ્ધ પરથી બનાવમાં આવી છે આ ફિલ્મમાં ઐતિહાસિક તથ્યો સાથે છેડછાડની આશંકા સાથે ‘અખિલ ભારતીય કોળી સમાજ (રજિ.)’નાં યુવા પ્રદેશ મહામંત્રી રસિક ચાવડા અને રાજુલા તાલુકાના યુવા પ્રમુખ અજય શિયાળ દ્વારા રાષ્ટ્રપતિ અને સેન્સર બોર્ડને પત્ર લખતાં જણાવ્યું હતું કે તાનાજી: ધ અનસંગ વોરિયર્સ નિર્દેશક ઓમ રાઉત જી અને અભિનેતા અજય દેવગણજી દ્વારા બનાવવામાં આવેલી છે આ ફિલ્મ જાન્યુઆરી ૨૦૨૦માં સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે જે રિલીઝ પહેલાં સેન્સર બોર્ડ ઓફ ઈન્ડિયા પાસેથી પ્રમાણપત્ર મેળવવાનું હોય છે જે અંગે ફિલ્મમાં નરવીર તાનાજીરાવ માલુસરેની મૂળ ઓળખ જ દેખાડવામાં આવે નહીં તો આ ફિલ્મને પ્રમાણપત્ર આપવામાંના આવે નરવીર તાનાજીરાવ માલુસરેનો જન્મ મહારાષ્ટ્રના મહાદેવ કોલી/કોલિય પરિવારમાં થયો હતો તાનાજીના પિતાનું નામ દેશમુખ કાલોજી રાવ માલુસરે હતું જે તેમના ભાઈ સાથે મળીને મહાબળેશ્વર રજવાડાં પર રાજ કરતા હતાં આથી ફિલ્મમાં તાનાજીની મૂળ જાતિ જ દર્શાવવામાં આવે.

7537d2f3 1

જો ફિલ્મમાં તાનાજીરાવ માલુસરેની મૂળ જાતિના દર્શાવવામાં આવી તો કોળી સમાજની લાગણીઓ અને ભાવનાઓને ઠેસ પહોંચી શકે છે તેનાં ગંભીર પરિણામો પણ મળી શકે છે ફિલ્મના વિરોધમાં કોળી સમાજ દ્વારા સડક પર પ્રદર્શનો થઈ શકે છે તેનાં માટે નિર્દેશક ઓમ રાઉતજીની જવાબદારી રહેશે જેથી ફિલ્મમાં તાનાજીરાવ માલુસરેની મૂળ ઓળખ અને ઈતિહાસ જ દર્શાવવામાં આવે અને ઐતિહાસિક તથ્યો સાથે કોઈ છેડછાડ કરવામાં ના આવે તેમજ જો નિર્દેશક દ્વારા આ અંગે આગામી દિવસોમાં સ્પષ્ટતા કરવામાં નહીં આવે તો જરૂર પડે અમારે કાયદાકીય લડત લડવાની પણ ફરજ પડશે. તેવી ચિમકી સાથે આ બંને યુવા આગેવાનોએ સેન્સર બોર્ડ, રાજ્યપાલ, મુખ્યમંત્રી, ચીફ સેક્રેટરી સહિતના અધિકારીઓને પત્ર પાઠવ્યો હતો હવે આગામી દિવસોમાં ફિલ્મ નિર્દેશક દ્વારા આ અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવે છે કે પછી ફિલ્મ વિવાદોમાં રહેશે એ તો હવે આવનારો સમય બતાવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.