‘મારૂ મન મોર બની નગાટ કરે…’
૫૫૦ વર્ષ પૂર્વે વડનગરના નાગર બ્રાહ્મણોએ શરૂ કરેલી સંગીત પરંપરા આજે પણ નાગર બ્રાહ્મણોમાં જીવંત
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, રાજ્ય સરકારના મંત્રી ઈશ્વરભાઈ પટેલ અને વિભાવરીબેન દવે સહિતના મહાનુભાવો તાના-રીરી મહોત્સવમાં રહ્યાં ઉપસ્થિત
સુશ્રી અશ્વીની ભીડે દેશપાંડે અને સુશ્રી પિયુ સરખેલને મુખ્યમંત્રીના હસ્તે તાના-રીરી એવોર્ડ
તાના-રીરી મહોત્સવમાં પંડિત રોનુ મજમુદાર એન્ડ ગ્રુપ દ્વારા ફલ્યુટ-તબલા, પંડિત વિશ્વજીત રોય ચૌધરી દ્વારા સરોદવાદન અને રાહુલ શિવકુમાર શર્મા દ્વારા સંતુરવાદન સાંભળી લોકો થયા મંત્રમુગ્ધ
એક લોક વાયકા મુજબ નરસિંહ મહેતાની પુત્રી કુંવરબાઈની સમીષ્ટા અને સમીષ્ટાની બે પુત્રી તાના અને રીરી જે વડનગરમાં રહેતી જેની સુપ્રસિધ્ધ ઘટનાના કારણે તાના-રીરીનું નામ સંગીતના ઈતિહાસમાં અમર થયું છે. અકબરની શાહજાદી રાણી એકવાર મીયા તાનસેન પાસેી દિપક રાગ સાંભળવાની હઠ કરી. તાનસેને દિપક રાગનું ગાન કર્યું અને તેના શરીરમાં અગ્ની પ્રગટી, તાનસેન મલ્હાર રાગ ગાઈ શકે તેવી ગાયકીમાં આગ્રાથી પ્રયાણ કરી વડનગર પહોંચ્યું અને વડનગરના સમીષ્ટા તળાવ પર ગયો તે વખતે તાનારીરી ત્યાં પાણી ભરવા ગયેલી ત્યારે તાનસેનને જોઈ બન્ને બહેનો સમજી ગઈ કે તે દિપક રાગથી પીડાઈ રહ્યો છે.
ત્યારે નગરના પ્રાચીન હાટકેશ્વર મંદિરમાં તાના-રીરીએ મલ્હાર રાગ રજૂ કર્યો અને જેમ જેમ રાગ ગવાતો ગયો તેમ આકાશમાં વાદળો ઘેરાતા ગયા અને જોત જોતામાં મુશળધાર વરસાદ નગર પર તુટી પડયો અને તાનસેન અગ્નીમાંથી મુક્ત થયો. આ વાતની જાણ અકબરને થતાં અકબરે બહેનોને દરબારમાં રજૂ કરવાનો આદેશ કર્યો પરંતુ ડરની મારી બન્ને બહેનોએ જળ સમાધી લીધી અને આજે પણ ત્યાં તાના-રીરી સમાધીઓ છે. હજુ પણ વડનગરમાં તાના-રીરી મહોત્સવ ઉજવાય છે. વડનગરના નાગર બ્રાહ્મણોએ શરૂ કરેલી સંગીત પરંપરા આજે પણ નાગર બ્રાહ્મણોમાં જીવંત છે.
વડનગર ખાતે તાનારીરી મહોત્સવમાં એક સાથે ત્રણ ગીનીશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સ્પાયા હતા. જેમાં મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે ૧૫૦ જેટલા વાંસળી વાદકોએ રાગ ખમાજ ઉપર વૈષ્ણવ જન તો તેને કહીએનું ગાન કરી ગાંધીજીને અંજલી આપી વર્લ્ડ રેકોર્ડ સપ્યો હતો ત્યારબાદ તુરંત જ રાષ્ટ્રગાન ‘જન ગન મન’ વગાડી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. બીજી બાજુ સમગ્ર સમારોહ સ્ળ રોશનીથી જળહળી ઉઠયું હતું. આ ઉપરાંત કલાગુરૂ શિતલ બારોટે માત્ર એક જ મીનીટમાં ભરત નાટ્ય નૃત્ય શૈલીમાં નવરસની પ્રસ્તુતી કરી દર્શકોને ડોલાવ્યા હતા. તેમજ મહોત્સવમાં ૧૦૦ તબલાવાદકોએ માત્ર એક જ કલાકમાં ૪૮ રાગ રજૂ કરી ગીનીશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત કર્યું હતું. નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલ અને સંગીત નાટક અકાદમીના અધ્યક્ષ પંકજ ભટ્ટ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ વિશ્વ રેકોર્ડ રચાયા હતા. ત્યારબાદ તાના-રીરી એવોર્ડ વિતરણ સમારોહનો પ્રારંભ થયો હતો જેમાં રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, રાજ્યકક્ષાના મંત્રી ઈશ્વરભાઈ પટેલ અને વિભાવરીબેન દવે સહિતના મહાનુભાવો ઉપસ્તિ રહ્યાં હતા. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે આ મહોત્સવમાં સુશ્રી અશ્વીન ભિડે તેમજ પિયુ સરખેલને સંગીત સન્માનરૂપે તાનારીરી એવોર્ડ આપવામાં આવ્યા હતા. ત્યારબાદ એવોર્ડ વિજેતા પરર્ફોમન્સમાં શાીય ગાયન યોજાયું હતું. તેમાં અશ્વીની દેશ પાંડે અને પિયુ સરખેલે શાસ્ત્રીય ગાયન રજૂ કર્યું હતું. સુશ્રી અનુરાધા પોડવાલે ગાયન રજૂ કર્યું હતું તેમજ ડો.ધ્વની વછરાજાની, સુશ્રી ગાર્ગી વોરા અને સુશ્રી ભક્તિ જોષી મહેતા દ્વારા શાસ્ત્રીય ગાયન રજૂ કરવામાં આવ્યું હતું. તેમજ પંડિત રોનુ મજમુદાર એન્ડ ગ્રુપ દ્વારા ફલ્યુટ-તબલા, પંડિત વિશ્વજીત રોય ચૌધરી દ્વારા સરોદવાદન, રાહુલકુમાર શિવકુમાર શર્મા દ્વારા સંતુરવાદનની પ્રસ્તુતી થતાં તાનારીરી ગાર્ડનનો માહોલ સંગીતમય બની ગયો હતો.
રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, કવિ નરસિંહ મહેતાની દોહીત્રીની સુપુત્રી સંગીત બેલડી અને નાગર બહેનો તાનીરીરીની યાદમાં દર વર્ષે આ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. ૨૦૦૩થી આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આ ભવ્ય મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. અને આજે પણ તાનારીરી મહોત્સવ ભવ્ય રીતે ઉજવાઈ રહયો છે. તમામ રેકોર્ડ યા તેમના કલાકારોને હું અભિનંદન પાઠવું છું અને તાનારીરી એવોર્ડ મળનાર સુશ્રી અશ્વીન ભિડે અને સુશ્રી પિયુ સરખેલ સહિતના મહાનુભાવોનું અભિવાદન કરુ છું.
નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલે જણાવ્યું હતું કે, દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ ૨૦૧૫થી તાનારીરી મહોત્સવની શરૂઆત કરી છે. સંગીત સામગ્રીની યાદમાં કારતક સુદ નોમ અને દશમના દિવસે આ મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. આ ઉપરાંત જે ત્રણ રેકોર્ડ બન્યા તેમાં તબલા વાદકો, વાંસળી વાદકો અને કલાગુરૂ શિતલબેન બારોટને હું ખુબ ખુબ અભિનંદન આપુ છું.
આ પ્રસંગે સંગીત નાટક અકાદમીના અધ્યક્ષ પંકજભાઈ ભટ્ટ, અગ્રણી સોમાભાઈ મોદી, રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના વિભાગના અગ્ર સચિવ સી.વી.સોમ, જિલ્લા કલેકટર એચ.કે.પટેલ, જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણી, જિલ્લા પોલીસ અધિક્ષક નિવાસી અધિક કલેકટર પ્રદિપસિંહ રાઠોડ, પ્રાંત અધિકારી દિપ્તીબેન પ્રજાપતિ, નગરપાલિકા અને તાલુકા પંચાયત વડનગરના અધિકારીઓ-પદાધિકારીઓ, સંગીત રસિકો અને પ્રબુદ્ધ નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.
૩૦ મિનિટમાં ૧૫૦ તબલાવાદકોએ ૨૮ અલગ તાલ વગાડી રેકોર્ડ સર્જયો
તાનારીરી મહોત્સવમાં એક સાથે ત્રણ ગીનીશ બુક ઓફ રેકોર્ડ રચાયા હતા. તબલા તાલીમ સંસના ૧૫૦ કલાકારો દ્વારા ૩૦ મિનિટમાં ૨૮ તાલ રજૂ કરાયા હતા. જેમાં પ્રારંભીકથી લઈ પ્રવિણ સુધીના તાલોનો મુખપાઠ તથા વાદન કરાયું હતું. ૬ થી ૬૦ વર્ષ સુધીના કલાકારો સહિત ૫ થી ૧૦ દિવ્યાંગ વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા.
ભારતનાટ્યમ નૃત્ય શૈલીમાં ૯ રસની પ્રસ્તુતી
કલાગુરૂ શિતલ બારોટે એક જ મિનિટમાં શ્રૃંગાર રસ, હાસ્ય રસ, કરૂણ રસ, રૌદ્ર રસ, વિર રસ, ભયાનક રસ, બિભત્સ રસ, અદ્ભૂત રસ અને અંતમાં શાંત રસ દ્વારા પૂર્ણાહુતિ કરી હતી અને વર્લ્ડ રેકોર્ડ રચ્યો હતો. આ નવ રસની પ્રસ્તુતિ નિહાળી ઉપસ્થિત તમામ મંત્રમુગ્ધ બની ગયા હતા.
૧૦૮ વાંસળી વાદકોએ રાગ ખમાજ પર ધુન ‘વૈષ્ણવ જન’ અને ‘રાષ્ટ્ર ગીત’ વગાડી વિશ્વ રેકોર્ડ સપ્યો
વડનગર ખાતે તાનારીરી મહોત્સવમાં એક સાથે ૧૦૮ વાંસળી વાદકો દ્વારા મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે ગાંધીજીને અંજલી સ્વરૂપે ‘વૈષ્ણવ જન તો તેને રે કહીયે…’ રાગ ખમાજ પર વિશ્વ રેકોર્ડ સપ્યો હતો. આ ઉપરાંત રાષ્ટ્રગાન ‘જન ગન મન’ વગાડી પાંચ મીનીટમાં વિશ્વ રેકોર્ડની રચના કરી હતી અને શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. બીજી બાજુ સમગ્ર સમારોહ સ્થળ રોશનીથી ઝળહળી ઉઠયું હતું અને સંગીતની સાથે એકરૂપતા સાધી હતી.