મહાત્મા ગાંધીએ સ્વાતંત્ર્ય સંગ્રામની સાથે ચારિત્ર નિર્માણ અને સામાજિક ઉત્થાન દ્વારા રાષ્ટ્ર નિર્માણનું કાર્ય પણ ઉપાડ્યું હતું. જેથી આઝાદી પછી “સ્વરાજ થી સુરાજ્ય”નો મંત્ર સાકાર થઈ શકે. પદયાત્રાએ પૂજ્ય બાપુ દ્વારા સૂચવેલા અનેક પ્રયોગોમાં જનતાને શિક્ષિત કરવાની સૌથી અસરકારક પદ્ધતિ હોવાનું જાણવા મળ્યું હતું. દાંડીકૂચ આજે પણ ઈતિહાસમાં અમર ગણાય છે. ભારત સરકાર દ્વારા પૂજ્ય બાપુની 150મી જન્મજયંતિ “ગાંધી 150” તરીકે ઉજવવામાં આવી રહી હતી પૂજ્ય બાપુ દ્વારા કલ્પના કરાયેલ મૂળભૂત શિક્ષણ પ્રણાલી પર કામ કરતી શાળાઓ સાથે ગાંધીવાદી સંસ્થાઓ અને અન્ય સેવા સંસ્થાઓએ “પદયાત્રા”નું આયોજન કર્યું હતું. જેના સંસ્મરણો કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવીયાએ વાગોળ્યા હતા.
ભારત સરકાર દ્વારા પૂજ્ય બાપુની 150મી જન્મજયંતિ “ગાંધી 150” તરીકે ઉજવવામાં આવી રહી હોવાથી, પૂજ્ય બાપુ દ્વારા કલ્પના કરાયેલ મૂળભૂત શિક્ષણ પ્રણાલી પર કામ કરતી શાળાઓ સાથે ગાંધીવાદી સંસ્થાઓ અને અન્ય સેવા સંસ્થાઓએ “પદયાત્રા”નું આયોજન કર્યું હતું. આ ઐતિહાસિક પદયાત્રા ભાવનગર જિલ્લાના તળાજા, પાલિતાણા અને સિહોર તાલુકાના 35 ગામોમાંથી પસાર થશે, જેમાં નજીકના 150 ગામો જોડાયેલા હતા. આ યાત્રોમાં મનસુખ માંડવીયાએ સામાન્ય નાગરિકની જેમ ભાગ લીધો હતો અને જ્યાં-જ્યાંથી યાત્રા પસાર થવાની હતી તે સ્થળોએ જઈને લોકો સાથે પણ મુલાકાત કરી હતી.
પદયાત્રાના 7 દિવસ દરમિયાન પૂજ્ય બાપુએ આપેલા 11 મહાવ્રતો પર આધારિત ‘મહાવ્રત સભાઓ’નું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે મનસુખ માંડવીયાએ આ સંસ્મરણો ટ્વિટર મારફતે શેર કરતા જણાવ્યું હતું કે મને પૂજ્ય બાપુની 150મી જન્મજયંતિ પર 150 કિલોમીટરની પદયાત્રા કાઢવાનું સૌભાગ્ય મળ્યું હતુ અને તેમણે બતાવેલા માર્ગ, જીવનશૈલી અને મૂલ્યોને અનુસરવાના પ્રયાસ સાથે. આ હરતી ફરતી પાઠશાળા હતી.આવો આજે યાત્રાની ચોથી વર્ષગાંઠ પર આપણે સૌ તેમના બતાવેલા માર્ગ પર ચાલવાનો સંકલ્પ લઈએ.