ભાણાવડ પંથકમાં વિદ્યાર્થીઓના વાલીયોને બાળકના ઉજજવળ ભાવિના સ્વપ્ના દેખાડી નાણા પડાવતા હોવાની શિક્ષક સંઘે આક્ષેપ કરી આ અંગે તપાસ કરી જવાબદારો સામે પગલા લેવા માંગ કરાઇ છે.

ભાણવડમાં આલ્મા એજયુકેશન ટ્રસ્ટ અને ચેરીટેબલ ટ્રસ્ટ નામની સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓના વાલીઓના કોન્ટેકટ નંબર મેળવી તેમનુ બાળક જનરલ કોલેજમાં સિલેકટ થયું છે તેનું સટીફિકેટ લઇ જવા બોલાવી એક હજાર રૂપિયા લઇ સંસ્થા દ્વારા કોઇ અભ્યાસ વગર જ એમ કહી સર્ટીફિકેટ આપવામાં આવે છે કે, ભવિષ્યમાં સરકારી નોકરીમાં આ સર્ટીફિકેટ કામ લાગશે જયારે કેટલાક વાલીઓને એમ કહેવામાં આવે છે કે, તેમનું બાળક ઉચ્ચ અભ્યાસ માટે સિલેકટ થયેલ છે અને જો અત્યાર ફી ભરી દેશો તો છ હજાર રૂપિયા જ ભરવા પડશે અને પાછળથી ભરસો તો બાર હજાર રૂપિયા ભરવા પડશે. તેવી ઓફરથી કેટલાય વાલીઓ પોતાના બાળકનું ભવિષ્ય ઉજ્જવળ ભવિષ્યમાં આ સર્ટીફિકેટો અને આ સંસ્થાનો અભ્યાસ ઉપયોગી નિવડશે એવી આશાએ સંસ્થાના સંચાલકો જે કહે એ ફી ભરી દે છે અને પછી વાલીઓના ફોન પણ રીસીવ કરવામાં નથી આવતા એ મુજબની વ્યાપક ફરીયાદો ઘણા સમયથી વાલીઓમાં ઉઠી રહી હતી.

આ સંસ્થાની છેતરપીંડીનો ભોગ બની ગયેલા કેટલાક જાગૃત નાગરીકોએ પોતાનું બાળક જે સ્કુલમાં અભ્યાસ કરે છે તેના શિક્ષકોનો સંપર્ક કરી શંકા વ્યકત કરી છે. કે, આ લેભાગુ સંસ્થાને અમારા કોન્ટેકટ નંબર તેમના દ્વારા આપવામાં આવેલ છે. આવી જ બીના અનેક સ્કુલોના શિક્ષકો સાથે બનતા આખરે ભાણવડ પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આ લેભાગુ સંસ્થા વિશે કેટલીક માહિતી એકઠી કરી હતા. જેમાં જાહેર થયુ કે, આ સંસ્થાના સર્ટીફિકેટ કયાંય સરકારી નોકરીઓમાં ઉપયોગી નથી એટલુ જ નહી આ સંસ્થાની મહિલા સંચાલિકા દ્વારા સ્કુલના વિદ્યાર્થીઓના નામ, સરનામા તેમજ વાલીઓના કોન્ટેકટ નંબરના ડેટા ચોરી કરી ગુન્હાહિત પ્રવૃતિ કરવામાં આવેલ હોવાની શંકા વ્યકત કરેલ છે.

ભાણવડ તાલુકામાંથી આ મહિલાએ અસંખ્ય વાલીઓને આ રીતે બાળકના ઉજજવળ ભવિષ્યના દિવા સ્વપ્ન દેખાડી નાણા ખંખેરી લીધા બાદ વાલીઓને કોઇ જવાબ નથી અપાતા. આવા અનેક ભોગ બનેલા વાલીઓનો સંપર્ક કરતા શિક્ષક સંઘને ઘણુ જાણવા મળ્યુ અને આ લેભાગુ આલ્મા એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સામે કોઇ કાર્યવાહી કરવા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકાર, તાલુકા વિકાસ અધિકારી, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી, તાલુકા મામલતદાર, તેમજ પીએસઆઇને વાલીઓ સાથે છેતરપીંડી કરતી આ લેભાગુ સંસ્થા સામે કાયદાકિય કાર્યવાહી કરવા રજુઆત કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.