સોશિયલ મીડિયામાં વાયરલ વાયરસમાં રાજકીય લોકો બાદ હવે સંતો પણ ‘ટાર્ગેટ’?
સોશ્યલ મીડીયા સમાજને જોડવાના કામ માટે અસ્તીત્વમાં આવ્યું પણ હવે તેનો દુરુપયોગ એક સમસ્યા બની ચુકી છે.વિશ્ર્વ પ્રસિઘ્ધ સંત મોરારીબાપુના પાંચ વર્ષ જુના વિડીયોમાં છેડછાડ ઓડીટીંગ કરી બાપુએ આપેલા સઁદેશાના મર્મને અપભ્રંશે કરી અપલોડ કરાયેલા વીડીયોથી ધર્મપ્રેમી ભાવિકોમાં ભારે નારાજગી પ્રવર્તી રહી છે.
અત્યાર સુધી રાજકીય સામાજીક નેતાઓને વ્યકિતગત ટાર્ગેટ બનાવવા માટેની હથીયાર તરીકે વાપરવામાં આવતા સોશ્યલ મીડીયાનો દુરપયોગ કરી સંતોને ટાર્ગેટ બનાવવાની ચેષ્ટા સાથે ભારે નારાજગી ઉભી થઇ છે.
ગુરુવારે ઇન્દોરમાં સંત મોરારીબાપુએ જણાવ્યું હતું કે હું કંઇપણ બોલું તો તેને કાપીને બતાવાવમાં આવે છે. આગળની વાત સાંભળશો તો કોઇ વિવાદ થઇ શકે નહીં. અત્યાર સુધી તો રાજનેતા એકબીજા ઉપર કીચડ ઉછાળવા માટે ઓરિજનલ વિડિયો સાથે છેડછાડ કરતાં હતાં અને તેઓની છબી ખરડવાનો પ્રયાસ કરતાં હતાં, પરંતુ હવે સંતોનાં વિડિયો સાથે પણ છેડછાડ થઇ રહી છે અને વાતાવરણ બગાડવાનો પ્રયાસ થઇ રહ્યો છે. આ વિચારવાનો વિષય છે.