તામિલનાડુમાં તૂતીકોરિન એક ઔધોગિક શહેર છે. થૂથૂકુડીમાં વેદાંતા સ્ટરલાઈટ કોપર યુનિટ વિરૂદ્ધ લગભગ 100 દિવસોમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યાં છે. ત્યારે મંગળવારે આ વિરોધ હિંસાત્મક બની ગયો હતો. પ્રદર્શનકારીઓએ મંગળવારે સાંજે પોલીસ સાથે અથડામણ કરી જેમાં 12 લોકોનાં મોત નિપજ્યાં તો અનેક ઘાયલ થયા. રોષે ભરાયેલાં લોકોએ અનેક ગાડીઓ આગને હવાલે કરી હતી. અંતે કેમ છેલ્લાં 100 દિવસથી તૂતીકોરિમાં વિરોધ જોવા મળી રહ્યો છે. અંતે પ્રદર્શન કેમ આટલું હિંસાત્મક થઈ ગયું કે પોલીસને ગોળીઓ છોડવાની ફરજ પડી હતી.
વેદાંતા સ્ટરલાઈટના કોપર પ્લાન્ટમાં દર વર્ષે લગભગ 4 લાખ ટન કોપર કેથોડનું ઉત્પાદન થાય છે.આ પ્લાન્ટનું સંચાલન લંડનમાં લિસ્ટેડ વેદાંતા લિમિટેડના યુનિટ વેદાંતા લિમિટેડ દ્વારા કરવામાં આવે છે.
આ કોપર પ્લાન્ટ 27 માર્ચે 15 દિવસ માટે મેન્ટેનન્સને લઈને બંધ કરાયો હતો.જો કે હકિકત એ છે કે વેદાંતા આ પ્લાન્ટની ક્ષમતામાં વધારો કરતાં આ યુનિટથી લગભગ 8 લાખ ટન કોપર કેથોડનું ઉત્પાદન કરવા માગે છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com