સ્ટર્લાઇટ પ્લાન્ટ કાયમ માટે બંધ કરાશેઃ પન્નીરસેલ્વમ
વેદાંતા ગ્રુપના તુટિકોરિનમાં આવેલા સ્ટર્લાઇટ કોપર પ્લાન્ટને કાયમ માટે બંધ કરી દેવા તામિલનાડુ સરકારે આદેશ આપ્યો છે. આ કોપર પ્લાન્ટ સામે સ્થાનિક લોકોએ 22 મેના રોજ મોટા પાયે વિરોધ કર્યો હતો અને તેમાં પ્રદર્શન હિંસક બનતા પોલિસ ગોળીબારમાં 12 લોકોના મોત થયા હતા અનેપછીના દિવસે વધુ એક ઇજાગ્રસ્ત યુવાન મૃત્યુ પામ્યો હતો.
#TamilNadu government orders closure of #Sterlite plant following death of 13 people in police firing during Anti-Sterlite protests in #Thoothukudi pic.twitter.com/1oel6YlFqY
— ANI (@ANI) May 28, 2018
તામિલનાડુના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર ઓ પન્નીરસેલ્વમે સોમવારે ભારપૂર્વક કહ્યું હતું કે સરકાર થૂથુકુડીમાં આવેલા વેદાંતા ગ્રુપના સ્ટર્લાઇટ કોપર પ્લાન્ટને કાયમ માટે બંધ કરવા કડક પગલું લેશે.પન્નીરસેલ્વમે જણાવ્યું કે, `આજે લોકોની મુખ્ય માગણી એ છે કે કોપર પ્લાન્ટને કાયમી બંધ કરવામાં આવે. તેમની માંગણીને ધ્યાનમાં લઇને તે હવે બંધ થયો છે. હું એ સ્પષ્ટ રીતે કહેવા માંગુ છું કે સ્ટર્લાઇટ પ્લાન્ટ કાયમ માટે બંધ કરી દેવાશે.’
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com