રાજ્યના પૂર્વ સ્પેશ્યલ ડિજિપી રાજેશ દાસ વિરુદ્ધ મહિલા આઈપીએસ લગાવ્યા હતા આક્ષેપ
તમિલનાડુના પૂર્વ સ્પેશ્યલ ડિજિપી રાજેશ દાસની પોલીસ અધિક્ષક રેન્કની સેવા આપતી મહિલા આઈપીએસ અધિકારીની જાતીય સતામણી કરવાના આરોપમાં ધરપકડ, સસ્પેન્ડ અને કેસ ચલાવવામાં આવ્યો હતો. મામલામાં શુક્રવારે વિલ્લુપુરમની અદાલત દ્વારા દોષિત ઠેરવવામાં આવ્યો હતો અને ત્રણ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી.
જોકે, સજાને 30 દિવસ માટે સ્થગિત કરવામાં આવી હતી જેથી દોષિત અધિકારી હાઈકોર્ટમાં અપીલ દાખલ કરી શકે.વિલ્લુપુરમના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એમ પુષ્પારાણીએ રાજેશ દાસને બે બાબતોમાં દોષિત ઠેરવ્યા હતા. કલમ 354 (મહિલાની નમ્રતા પર અત્યાચાર કરવા માટે ફોજદારી બળનો ઉપયોગ કરવો) અને તમિલનાડુ પ્રિવેન્શન ઑફ વુમન હેરેસમેન્ટ એક્ટની કલમ 4 – અને ત્રણ હેઠળ દરેક કલમમાં એક એક વર્ષની સજા ફટકારવામાં આવી હતી.
મહિલા આઈપીએસ અધિકારીએ ફેબ્રુઆરી 2021માં ગૃહ સચિવ અને ડિજિપી સામે ફરિયાદ નોંધાવી હતી કે તત્કાલિન વિશેષ ડિજિપી દાસ પર જ્યારે તત્કાલિન મુખ્ય પ્રધાન ઇડાપ્પડી કે પલાનીસ્વામી ડેલ્ટા જિલ્લાઓની મુલાકાતે ગયા હતા ત્યારે તેમની પર જાતીય સતામણીનો આરોપ મૂક્યો હતો. તેની ધરપકડ કરવામાં આવી હતી અને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો, અને કેસ તપાસ માટે સીબી-સીઆઈડીને સોંપવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય બાબત છે કે, આ સમયે હાલના મુખ્યમંત્રી એમ કે સ્ટાલીન સત્તામાં ન હતા. ત્યારે તેમણે તાત્કાલિન વિશેષ ડિજિપી વિરુદ્ધ પગલાં લેવાની ઝુંબેશ હાથ ધરી હતી. હાલ સ્ટાલીન તમિલનાડુના મુખ્યમંત્રી છે.