ગુજરાતમાં પશુઓને કતલખાને ધકેલવું પ્રતિબંધિત ગણવામાં આવે છે છતાં પણ ગુજરાત રાજયમાં દરરોજના કેટલાય પશુઓની તસ્કરી થતી નજરે પડે છે. તેવામાં ધ્રાંગધ્રા-માલવણ હાઈવે પરથી અવાર-નવાર આવા ગેરકાયદેસર પ્રતિબંધિત પશુઓની તસ્કરી કરતા કેટલાક ઈસમોને પકડી પાડવામાં આવતા હોય છે.

ત્યારે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ નિભાવતા કોન્સ્ટેબલ સંજયભાઈ પાઠકને ખાનગીરાહે બાતમી મળેલ જેમાં ગેરકાયદેસર રીતે કેટલાક પશુઓને કતલખાને લઈ જવાતા હોવાની જાણ થતા પીએસઆઈ એ.એમ.વાઘ, કોન્સ્ટેબલ સંજયભાઈ પાઠક, એચ.સી.ધર્મેન્દ્રસિંહ, અજીતસિંહ સહિતનાઓ તાત્કાલિક ધ્રાંગધ્રા-માલવણ હાઈવે પર પેટ્રોલીંગમાં નિકળી ગયા હતા.

તેવામાં હળવદ તરફથી એક ટ્રક નંબર જીજે ૧૨ એટી ૫૪૦૬ વાળી શંકાસ્પદ હાલતમાં જોતા તેને ઉભી રાખવાની કોશીષ કરી હતી પરંતુ ટ્રક ચાલક દ્વારા પોલીસ જીપને જોતા જ પોતે ટ્રકને પુર ઝડપે હંકારી અંદાજે પાંચેક કિમી સુધી પોલીસને પીછો કરાવ્યો હતો.

જયારે ધ્રાંગધ્રા ભગવતધામ ગુરુકુલ પાસે આ ટ્રકને પોલીસ જીપે આંતરી લેતા ટ્રકની અંદર બેઠેલા ચાલકે ટ્રક રોડ વચ્ચે ઉભો રાખી અંધારાનો લાભ લઈ પોતે ભાગી છુટયો હતો. બાદમાં ટ્રકની પાછળના ભાગે પોલીસ દ્વારા તપાસ કરતા તાળપત્રીની અંદર ક્રુરતાપૂર્વક બાંધેલી હાલતમાં ૩૯ જીવ મળી આવ્યા હતા. તાલુકા પોલીસ દ્વારા ટ્રકને કબજે કરી તમામ જીવને ધ્રાંગધ્રા પાંજરાપોળ ખાતે મુકત કરાયા હતા તથા અજાણ્યા ફરાર ટ્રક ચાલક પર પશુ અધિક્રણનો ગુન્હો નોંધી આગળની તપાસ હાથધરી હતી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.