ભાજપે કોંગ્રેસ પાસેથી ૧૧ બેઠકો આંચકી લીધી: પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી ખુશખુશાલ…
પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ, નગરપાલિકા અને તાલુકા પંચાયતની પેટાચૂંટણીઓના પરીણામો અંગે ખુશી વ્યકત કરતાં જણાવ્યું હતું કે, નગરપાલિકા અને તાલુકા પંચાયતોમાં સર્વત્ર ભાજપનો ભગવો લહેરાયો છે. ભાજપામાં વિશ્ર્વાસ વ્યકત કરવા બદૃલ જીતુભાઈ વાઘાણીએ જાહેર જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો. કોંગ્રેસની નકારાત્મકતાની રાજનીતિની ગુજરાતની આ શાણી સમજુ પ્રજા કયારેય સ્વીકારશે નહિ અને આગામી ચૂંટણીઓના પરીણામો પછી કોંગ્રેસ વિરોધપક્ષમાં બેસવા લાયક પણ નહિ રહે.
જીતુભાઈ વાઘાણીએ પેટાચૂંટણીઓમાં કોંગ્રેસની કારમી હાર અંગે પ્રતિક્રિયા વ્યકત કરતાં જણાવ્યું હતું કે, નકારાત્મક રાજનીતિના કારણે કોંગ્રેસ આજે સમગ્ર દૃેશમાં નામશેષ વાના આરે પહોંચી છે. પેટાચૂંટણીઓની કુલ ૩૭ બેઠકો પૈકી ભાજપાન્ ૨૩ બેઠકો મળી છે. જ્યારે કોંગ્રેસના ફાળે માત્ર ૧૩ જ બેઠકો આવી છે. પેટાચૂંટણી અગાઉ ભાજપા પાસેથી ૧૩ જ બેઠકો હતી જે વધીને હવે ૨૩ બેઠકો થઈ છે. જ્યારે કોંગ્રેસની પાસથી ૨૨ બેઠકો હતી જે ઘટીને હવે માત્ર ૧૩ બેઠકો પર જ કોંગ્રેસ સમેટાઈ ગઈ છે. કોંગ્રેસની પરંપરાગત ૧૧ બેઠકો પણ ભાજપ કોંગ્રેસ પાસેથી આંચકી લીધી છે. કોંગ્રેસના નેતા અહમદૃ પટેલના વિસ્તાર ભરૂચ, તુષાર ચૌધરીના વિસ્તાર તાપી જીલ્લાની વ્યારા તાલુકા પંચાયત, કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીના વિસ્તાર મધ્ય ગુજરાતમાં, કોંગ્રેસના કુંવરજી બાવળીયાના વિસ્તાર વાંકાનેર તેમજ કોંગ્રેસના પૂર્વ વિરોધપક્ષના નેતા શક્તિસિંહ ગોહિલના વિસ્તાર શિહોર તાલુકા પંચાયતની સખવદૃર બેઠક પણ કોંગ્રેસો ગુમાવી દૃીધી છે. ચૂંટણીમાં મળેલી ભવ્ય જીત અંગે આનંદૃ વ્યકત કરતાં પ્રદૃેશ પ્રવક્તા ભરતભાઈ પંડ્યાએ જણાવ્યું કે,પેટાચૂંટણીમાં ભવ્ય સફળતાના પગલે ભાજપાના કાર્યકર્તાઓ, શુભેચ્છકોમાં આનંદૃની લાગણી વ્યાપી જવા પામી છે. સમગ્ર ગુજરાતના તમામ જીલ્લા/મહાનગરના ભાજપા કાર્યાલયો ખાતે ઢોલ-નગારાં, ત્રાસાના ભવ્ય નાદૃ, આતશબાજી કરી અને કાર્યકર્તાઓ પરસ્પર મોં મીઠા કરાવી આજની ભવ્ય જીતની ભવ્ય ઉજવણી કરી હતી.
પેટાચૂંટણીની વિસ્તૃત માહિતી આપતાં પ્રવકતા ભરતભાઈ પંડ્યાએ જણાવ્યું હતું કે, કુલ ૪૨ સીટની ચૂંટણી જાહેર થઈ હતી. જે જીલ્લા પંચાયતની ૧ સીટની ચૂંટણી મોકૂફ રહી હતી. જ્યારે તાલુકા પંચાયતની ૪ આદિૃવાસી જનજાતિની અનામત બેઠકો પર ઉમેદૃવારોને નહિ મળતાં ચૂંટણી મુલતવી રહી હતી. કુલ ૩૭ના ચૂંટણીના પરીણામો આવ્યાં હતાં. જે ભાજપાને ૨૩ અને કોંગ્રેસને ૧૩ સીટ અને ૧ સીટ અપક્ષને મળી છે. આ પેટાચૂંટણીમાં કોંગ્રેસ પાસેથી ભાજપાએ ૧૧ સીટો આંચકી લીધી છે. આમ, શહેરી, ગ્રામીણ તેમજ આદિૃવાસી એમ તમામ વિસ્તારોની પ્રજાએ પુન: ભાજપા પર વિશ્ર્વાસ વ્યકત કર્યો છે અને આગામી વિધાનસભાની ચૂંટણીઓમાં પણ પ્રચંડ જનસર્મન કી ભાજપાનો વિજયર આગળ વધશે.