તમામ ગ્રામ પંચાયતના હોદેદારો ઉપસ્થિત રહી વિવિધ પ્રશ્ર્નોની ચર્ચા કરી
ધોરાજી તાલુકા પંચાયતમાં વિકાસના કામોની ચર્ચા કરવા તથા સમગ્ર તાલુકાનાં હોદ્દેદારોએ એક છત્ર નીચે મળી પોતાના વિચારો રજૂ કરી શકે તથા દિવાળીની શુભેચ્છાઓ પાઠવવા ધોરાજી તાલુકા પંચાયત પરિવાર માટે ધોરાજી ખાતે આવેલ બ્રહ્મ સમાજની વાડીમાં સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવેલ હતું.જેમાં ધોરાજી તાલુકાના નગરજનો ઉપરાંત તમામ ગ્રામ પંચાયતોના હોદ્દેદારોએ ઉપસ્થિત રહી વિવિધ પ્રશ્નોની ચર્ચા કરેલ હતી.
જ્યારે હાજર મહાનુભાઓએ પ્રાસંગીક ઉદબોધન કરી ધોરાજી તાલુકાના દરેક ગામના વિકાસ માટેનો કોલ આપેલ હતો તથા પંચાયતના પ્રમુખે જણાવેલ કે કોઈ ધોરાજી તાલુકાના ગામોના પણ પ્રશ્ન બાબતે જો કોઈને પણ મુંજવણ રહેલ હોય તો ખુલ્લા મને તેઓને રજૂઆત કરી શકે છે તથા તેનું નિરાકરણ લાવવાની ખાતરી આપેલ હતી.જેને ત્યાં હાજર સૌ કોઈએ વધાવી લીધેલ હતી.
ધોરાજી તાલુકા પંચાયતના સ્નેહ મિલનના કાર્યક્રમમાં ખાસ મહેમાન તરીકે ધોરાજી ડેપ્યુટી કલેકટર શ્રી જોશી,મામલતદાર શ્રી હુબડા , તાલુકા વિકાસ અધિકારી સહિત અધિકારીઓ તથા તાલુકા પંચાયના રસિકભાઈ ચાવડા , પ્રકાશભાઈ નારીયા , નીતિન ભાઈ ચૌહાણ ,જેકીભાઈ ચીકાણી ,ભાવેશભાઈ બાબરીયા , દિનેશભાઈ વોરા અને સરપંચો તથા ઉપસરપંચો સહિતના રાજકીય આગેવાનો ઉપસ્થિત રહેલ હતા.