છેવાડાના લોકોને લાભ મળે તેવા અનેક વિકાસ કાર્યો આ સરકાર કરી રહી છે. – રા.ક.મંત્રીશ્રી જયદ્રથસિંહજી પરમાર
દ્વારકા તાલુકા પંચાયત કચેરી જર્જરીત હાલતમાં હતી. જેથી સરકારશ્રીની સીડીથી-૩ યોજના અંતર્ગત ૨૮૫ લાખ મંજુર કરવામાં આવેલ અને તાલુકા પંચાયત કચેરી બનાવવાનું કામ શરૂ થયેલ ગ્રાઉન્ડ ફલોર તથા પ્રથમ ફલોર એમ બે માળના આ ફુલ્લી ફર્નિચર બિલ્ડીંગમાં ૧૯ રૂમો, કોન્ફરન્સ હોલ, લેડીઝ ટોયલેટ, જેન્સ ટોયલેટ, વોટર રૂમ, જન સેવા કેન્દ્ર, વેઇટીંગ એરીયા સહિત આસપાસ સીસી રોડ, પાર્કિગ શેડ, વગેરે આનુકષાંગિક સૂવિધા સહિત રૂ.૨૧૧.૬૧ લાખના ખર્ચે તૈયાર થયેલ તાલુકા પંચાયત ભવનનું આજે ગુજરાત કૃષિ, પંચાયત પ્રવાસન(સ્વતંત્ર હવાલો) રાજય કક્ષાના મંત્રીશ્રી જયદ્રથસિંહજી પરમારે તકતી અનાવરણ કરી લોકો સમક્ષ ખુલ્લુ મુકયું હતું.
આ કાર્યક્રમનો દિપ પ્રાગટય કરી મંત્રીશ્રી પરમારે જણાવ્યું કે, નરેન્દ્રભાઇ મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે બધા જ વિભાગોમાં અલગ-અલગ મહત્વની યોજનાઓ બનાવી હતી અને આપણા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી છેવાડાના લોકોની ચિંતા કરી નવી-નવી યોજનાઓ બનાવી રહયા છે. તેમણે માં અમૃતમ યોજના, જયોતિગ્રામ યોજના, આયુષમાન યોજના, મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના વગેરે રાજય તથા કેન્દ્ર સરકારની યોજનઓની જાણકારી આપી જણાવ્યું કે ગ્રામ પંચાયત તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના બિલ્ડીંગો માટે સરકાર ગ્રાન્ટો ફાળવે છે. અને બધાજ બિલ્ડીંગો અધ્યતન બની રહયા છે. તેમણે આ સુંદર બિલ્ડીંગનો ઉપયોગ વિકાસના કામે કરવા તેમજ સ્વચ્છતા જાળવવા અપિલ કરી હતી.
આ તકે ધારાસભ્યશ્રી પબુભા માણેકે હળવી શૈલીમાં કટાક્ષ કરતા જણાવ્યું કે, પહેલાના સમયમાં સરકારી બિલ્ડીંગોની છાપ કબુતર ખાના હતી અત્યારે આપણે આવા અધ્યતન બિલ્ડીંગોની સુવિધા પ્રાપ્ત થઇ છે. અને વિકાસની દિશામાં આગળ વધી રહયા છીએ.
આ કાર્યક્રમમાં સ્કુલની બાળાઓ દ્વારા સ્વાગત ગીત રજુ કરવામાં આવ્યું હતું. સ્વાગત પ્રવચન તાલુકા પંચાયત પ્રમુખશ્રી લુણાભા સુમણીયાએ તથા આભાર વિધી તાલુકા વિકાસ અધિકારીરી કટારાએ કરી હતી. કાર્યક્રમબાદ મંત્રીશ્રી તથા મહાનુંભાવો દ્રારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં દેવભૂમિ દ્વારકાના કલેકટરશ્રી જે.આર.ડોડીયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી આર.આર.રાવલ, નગરપાલીકાના પ્રમુખશ્રી વંદનાબેન, અગ્રણીશ્રી હરીભાઇ, વરજાંગભા માણેક, ખેરાભા કેર, મોહનભાઇ, રમેશભાઇ હેરમા, જીલ્લા/તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ આજુબાજુના સરપંચશ્રીઓ નગરજનો વગેરે ઉપસ્થિત રહયા હતા.