આશિફ શેખ મેન ઓફ ધ મેચ જાહેર: પુરસ્કાર તથા ટ્રોફી એનાયત
મુસ્લીમ સમાજના પવિત્ર રમજાન માસમાં શહેરના ત્રીપલ એસ ગૃપ દ્વારા છેલ્લા સાત વર્ષ થયા રમજાન પ્રિમીયમ લીગ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષ ફાઇનલમાં તલ્લાસ ઇલેવન વિજેતા બની હતી.
શહેરના સેવાભાવી કિંગ સ્ટાર ગૃપના મુખ્ય સહયોગથી ત્રીપલ એસ ગૃપ દ્વારા કોઇપણ જાતના ફંડફાળા વગર છેલ્લા સાત વર્ષ થયા રમજાન પ્રિમીયમ લીગ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે. ધોરાજી જાપા પાસે ગ્રાઉન્ડમાં આ વર્ષ છેલ્લા 30 દિવસ થયા પવિત્ર રમજાન માસમાં ગોંડલ, કુતીયાણા અને માણાવદર સહિત 22 ટીમો વચ્ચે જંગ ખેલાયો હતો. પવિત્ર રમજાન માસની ઇદની પૂર્વ સંધ્યાએ ફાઇનલ મેચ રમાઇ હતી તેમાં તલ્લાસ ઇલેવન અને માહી ઇલેવન વચ્ચે ખરાખરીનો જંગ ખેલાતા ભારે રસાકસીને અંતે તલ્લાસ ઇલેવન ટીમ વિજેતા બની હતી.
જ્યારે સેમી ફાઇનલમાં દવશુ ઇલેવન અને યંગ સ્ટાર વચ્ચે જંગ ખેલાયો માહી ઇલેવન વિજેતા બની હતી અને ફાઇનલ મેચ રમતા તલ્લાસ ઇલેવન ટીમ વિનર બની હતી. જ્યારે માહી ઇલેવન રનર્સઅપ બની હતી. જ્યારે સમગ્ર મેચમાં મેન ઓફ ધ મેચ આશિફ શેખ જાહેર થયો હતો. જ્યારે વધુ રન તરીકે પણ આશીફ શેખ રહ્યો હતો. બેસ્ટ બોલર તરીકે એજાજ કચ્છીને જાહેર કરાયો હતો.
વિજેતા બનેલ તમામ ટીમ અને ખેલાડીઓને કિંગસ્ટાર ગૃપના સેવાભાવી નગરસેવક રિયાજભાઇ હિંગોરા, પૂર્વ નગરસેવક રજાકભાઇ હિગોરાના સહકારથી રમજાન પ્રિમીયમ કપ, રોકડ પુરસ્કાર તેમજ ટ્રોફીઓ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પીરે તરીકન બબલુ બાપુ સૈયદ, મુસ્લીમ એકતા સમિતિના અબઝલ બાપુ કાદરી, નગર પ્રાથમીક શિક્ષણ સમિતિના ચેરમેન નિકુલભાઇ ચંદ્રવાડિયા, વાઇસ ચેરમેન ચંદ્રપાલસિંહ જાડેજા, નગર સેવક રીયાજભાઇ હિંગોરા, રફીક શેખ, ઇમરાન વિઘોણી કે.જી.એન. ગવના બોદુભાઇ હેરમા, ખાટકી જમાતના પ્રમુખ સીતાર હાસમ, સીપાઇ જમાતના પ્રમુખ અમીનભાઇ બેલીમ, મહમદશાહ ફકીર અમીન બાદશાહ, આફતાફ બ્લોચ, કિંગસ્ટાર ગૃપ રજાકભાઇ હિંગોરા, ઇશાકભાઇ શેખ, જમનશા શેખ સહિતના આગેવાનોના હસ્તે વિજેતાઓને ઇનામો અપાયા હતા.
આ તકે સેવાભાવી પૂર્વ નગર સેવક રજાકભાઇ હિગોરાએ જણાવેલ કે છેલ્લા સાત વર્ષ થયા ત્રીપલ એસ ગૃપ દ્વારા કોઇપણ જાતના ફંડફાળા વગર માત્ર કિંગસ્ટાર ગૃપ અને હિગોરા પરિવારના આર્થિક સહયોગથી રમજાન પ્રીમીયમ લીગ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે તે અભિનંદનને પાત્ર છે. પવિત્ર રમજાન માસ અલ્લાહની ઇબાદત કરવામાં મુસ્લીમ સમાજ માટે પવિત્ર માસ ગણાય છે પણ સાથે-સાથે મુસ્લીમ યુવાનો દ્વારા આવી રમત-ગમતની પ્રવૃતી કરવામાં આવે છે તેને બિરદાવી આવનારા દિવસોમાં વધુ સહયોગ આપવાની ખાત્રી આપેલ હતી.
આ ટૂર્નામેન્ટને સફળ બનાવવા ત્રિપલ એસ ગૃપના સાજીદ સુમરા, આસીફ શિવાણી, ફેઇજાન પઠાણ, શાહીલ સુમરા, રીઝવાન હિગોરા સહિત યુવાનોએ જહેમત ઉઠાવી હતી.