ડોનાલ્ડ ભારત દ્વારા હાર્લે ડેવિડસન બાઇક પર કસ્ટમ ડ્યૂટી વધારવાનો ખોટો નિર્ણય કહ્યો છે. ટ્રમ્પે કહ્યું કે, જો એવું થયું તો અમેરિકા પણ ભારતથી આવનારી બાઇક્સ પર વધુ ટેરિફ લગાવી શકે છે. તેમણે એમ પણ કહ્યું કે કસ્ટમ ડ્યૂટી ઓછી કરવાને લઈને તેમની હાલમાં નરેન્દ્ર મોદી સાથે વાત પણ થઈ હતી.
ભારત દ્વારા ટેરિફ 50% કરવું યોગ્ય નથી
– ટ્રમ્પે મંગળવારે સ્ટીલ ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા લોકોની મીટિંગમાં કહ્યું કે, ભારત સરકારે હાલમાં જ ટેરિફને 75%થી 50% કરવાનો નિર્ણય લીધો. તેને ક્યારેય યોગ્ય ન કહી શકાય. અમે પણ એવું કરી શકીએ છીએ. હાલની સ્થિતિમાં ભારતથી આયાત થનારી બાઇક્સ પર કોઈ ટેક્સ નથી લેતા.
– ટ્રમ્પે કહ્યું કે, અમે અનેક પ્રકારની પ્રોડક્ટસ બનાવીએ છીએ અને અનેક દેશોમાં વેચીએ છીએ. પશ્રંતુ એક હાર્લે ડેવિડસન બાઇક માટે અમારે અનેકગણો વધુ ટેક્સ આપવો પડે છે. અને તે દેશ બીજો કોઈ નહીં પરંતુ ભારત છે.