ઇન્ટરનેટ ટેલીફોન સર્વિસ માટે કંપનીઓ એપ લોન્ચ કરશે જે દ્વારા નેટ અને વાઇફાઇ કોલીંગ થઇ શકશે

આજના આધુનિક યુગમાં ઝડપથી વિકાસની જતી અવનવી ટેકનોલોજીઓથી જીવન સરળ બન્યું છે. આધુનિક ટેકનોલોજીઓ આવી રહી છે. હવે, મોબાઇલ ફોન એમાં પણ સ્માર્ટફોનોએ રંગ જમાવ્યો છે. ત્યારે મોબાઇલ ઉપભોકતાઓ માટે અદ્યતન સુવિધા વિકસી છે. મોબાઇલમાં બેલેન્સ હોય તો જ વાત થઇ શકે છે પરંતુ હવે, બેલેન્સ ન હોય તો પણ ટેન્શન લેવાની જરુર નથી. જી હા, હવે તમે કોઇપણ મોબાઇલ ફોન કે લેન્ડલાઇન નંબર પર નેટ અને વાઇફાઇથી વાતો કરી શકશો.

મોબાઇલ ફોનમાં બેલેન્સ છે કે કેમ તેનું ટેન્શન લેવું પડશે નહીં. આ ઉપરાંત ઘણાખરા અંતરયાળ અથવા તો ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં સિગ્નલના ખુબ જ વાંધા હોય છે. તો હવે બેફિકર રહો કારણ કે મોબાઇલમાં સિગ્નલ નહિ હોય તો પણ વાઇફાઇથી ફોન પર વાતો કરી શકાશે.

ટેલીકોમ રેગ્યુલેટર ટ્રાઇએ ઇન્ટરનેટ ટેલીફોન કંપનીઓને આ માટે જણાવ્યું છે રેગ્યુલેટરી ફ્રેમવર્ક ફોર ઇન્ટરનેટ ટેલીફોનીના ભલામણોના આધારે ટેલીકોમ મંત્રાલયને અહેવાલ રજુ કરશે.

ટ્રાયના આ નવા પ્રયાસથી વોઇસ કોલીંગની ગુણવતામાં સુધારો આવશે. તેમજ જે જે જગ્યાઓ પર નેટવર્કની સમસ્યાઓ હશે તેમાંથી રાહત મળશે. આ ઉપરાંત ગ્રાહકોને વોઇસ કોલીંગ માટે ઘણા બધા વિકલ્પો મળી રહેશે. ઇન્ટરનેટ ટેલીફોની માટે કંપનીઓએ એપ બનાવવી પડશે. અને આ એપ બનાવવી પડશે. અને આ એપ દ્વારા ઉપભોકતાઓ વાઇફાઇ કોલીંગ કરી શકશે. આ પ્રકારના માળખા માટે રિલાયન્સ જીઓ સૌથી આળ મનાઇ રહ્યું છે.

ઉદાહરણ તરીકે જો એરટેલ કંપની નો ઉપભોકતા એમટીએનએલ અથવા બીએસએનએલનું વાઇફાઇ વાપરવા માંગતો હોય તો આ એમટીએનએલ અને બીએસએનએલના વાઇફાઇથી પણ ફોન કી શકશે. જો કે કોલરના ફોનનંબર અગાઉની જેમ સરખા જ રહેશે. આ પ્રકારની સેવા માટે ટેલીફોન મંત્રાલયને એક કલેરીફીકેશન પાઠવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.