ભાઇ-બહેનના પવિત્ર પર્વ રક્ષાબંધનના તહેવાર માટે ભાઇઓના કાંડે બાંધવા માટે રૂ ૫૦૦ સુધીની રાખડીઓ બજારમાં
ભારતીય સંસ્કૃતિમા: તહેવારોનુ: ખુબ જ મહત્વ જોવા મળે છે. એમાંય ભાઇ અને બહેનના પ્રેમના પ્રતિક સમાન રક્ષાબંધન પણ અનેરું મહત્વ ધરાવે છે. આપણા દેશમાં તહેવારોમાં ભાવનાને આધારે ઉજવાતા તહેવારોમાં રક્ષાબંધન ખુબ જ મહત્વ ધરાવે છે. દરેક બહેન તેનો ભાઇ હમેંશા સુરક્ષિત રહે તેવી કામના સાથે ભાઇના જમણા હાથના કાંડે રાખડી બાંધી તેનો આ ભાવ અભિવ્યકત કરે છે. ત્યારે ભાઇ પણ તેની આ અમુલ્ય ભાવના બદલ ફુલ નહીં ને ફુલની પાંખડી સમાન પસંદગીની ભેટ-સોગાદ કે રોકડા ‚પિયા આપે છે. રાજકોટની બજારમાં ૧૦૦૦ જેટલી દુકાનોમા: રાખડીનું વહેલાસર આગમન થઇ ગયું છે. ત્યારે આ વખતે બજારમાં કેવી રાખડીઓ આવી છે અને લોકો કેવી રાખડી પસંદ કરી રહ્યા છે તે જાણીએ.
રાજકોટ શહેરની મઘ્યમાં આવેલ યાજ્ઞીક રોડ પર આવેલ જોહરકાર્ડસ વાળા યુસુફ જણાવે છે કે તેઓ ૫૦ વર્ષોથી રાખડીનો ધંધો કરે છે સમયની સાથે સાથે રાખડીમાં પણ વિવિધ પ્રકારની ફેશન બદલાતી હોય છે. હાલ બજારમાં ૧‚રૂ.થી લઇને ૨૦૦ રૂ સુધીની રાખડીઓ બજારમાં છે.
તમામ રાખડીઓમાં ‚દ્રાક્ષના પારાની રાખડીની વધુ ડિમાન્ડ છે. તેમજ ચંદનની તથા ભાઇ અને ભાભી બન્નેને બાંધી શકાય તેવી લુંબા રાખડી ખાસ લોકો પસંદ કરી રહ્યા છે. તેમજ કસબ- જશદોશી, કલકત્તી બુટ્ટી તેમજ બાળકો માટે વિવિધ કાર્ટુતનો વાળી રાખડી પણ ૧૦ રૂ થી ૯૫ રૂસુધીની કિંમતમાં મળે છે. તેમજ રાજકોટની રાખડી બજારમાં ૨૦૦૦ થી વધુ ડિઝાઇન હાલ ઉ૫લબ્ધ છે.
આ ઉપરાંત રાખડીના વેપાર સાથે સંકળાયેલા નવરંગ રાખડીવાળા ચેતનભાઇ કારીયા જણાવે છે કે પ રૂ થી શરૂ કરીને ૫૦૦ રૂ સુધીની રાખડી ૧૫૦૦ જાતના દોરાવાળી રાખડીઓ ઉપલબ્ધ છે. જેમાં ચાંદી, જડતલ, મોતી, સુખડ, અમેરિકન ડાયમંડ, ‚દ્રાક્ષ, ઓમ કાર સહીત ભગવાનના નામો વાળી વિવિધ રાખડીઓ બહેનોની પસંદગી બની રહી છે. તો બાળકો માટે વિવિધ કાર્ટુનો જેમાં હનુમાન, ગણેશ, ક્રિષ્ના , મોટુ પતલુ સહીતના વિવિધ કાર્ટુનો વાળી સાદી તથા લાઇટ વાળી રાખડીઓ બજારમાં આવી છે. ભાઇ અને ભાભી બન્નેને બાંધી શકાય તેવી લુંબા રાખડી પણ પસંદગી પામી રહી છે.
મોટાઓ માટે ૧૫૦૦ જેટલા વિવિધ દોરાવાળી તથા કસબ-જરદોસી, કલકત્તી બુટ્ટી સહિત બાળકો માટે છોટાભીમ, ક્રિષ્ના, ગણેશ, મોટુ પતલુ સહિત વિવિધ વેરાવટીઓના કાર્ટુનવાળી રાખડીઓ ઉપલબ્ધ
જૈન બાલાશ્રમ કરશે દિવ્યાંગ બાળકો દ્વારા બનાવેલી રાખડીનું વેચાણ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા દિવ્યાંગોનો ઉત્સાહ વધે તે માટે ઘણી જ પ્રોત્સાહક પ્રવૃત્તિઓ થઇ રહી છે ત્યારે રક્ષાબંધનના પાવન પર્વ નીમીતે જૈન બાલાશ્રમ દ્વારા દિવ્યાંગ બાળકો દ્વારા બનાવેલી રાખડી રૂ ૨૦ માં વેંચાણ કરવામાં આવશે. ત્યારે આ રક્ષાબંધન પર દિવ્યાંગ બાળકો દ્વારા બનાવેલી રાખડી ખરીદી તેમનો ઉત્સાહ વધારીએ જેના માટે જૈન બાલાશ્રમ ૮,રજપુત પરા, લોધાવાડ પોલીસ ચોકી સામે સોમવારથી શુક્વાર સાંજે ૫.૩૦ થી ૭.૩૦ દરમ્યાન ખરીદી શકો છો. તેમજ આ બાબતે વધુ જાણકારી માટે નેહાબેન ઠાકરનો મો. નં. ૯૮૨૪૫ ૭૫૫૭૪ તથા જાગૃતિબેન ગણાત્રાનો મો. નં. ૯૯૯૮૮ ૫૪૩૦૬ પર સંપર્ક કરવો એવું સંસ્થાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
ભઇલો, મારો બાહુબલી હજો…!
બાહુબલી ના ચિત્રવાળી રાખડી રૂ ૫૦ થી વિવિધ કિંમતોમાં ઉપલબ્ધરક્ષાબંધનના પર્વ પર દરેક બહેન તેના ભાઇ માટે તમામ પ્રકારની શુભકામના કરતી હોય છે.જેમાં સૌથી વધારે બહેનની ઇચ્છા હોય છે કે તેનો ભાઇ બળવાન બને.તાજેતરમાં બાહુબલી ફિલ્મ બોકસ ઓફીસ પર તો હિટ ગઇ જ છે.
પણ બહેનોના દિલમાં પણ મારો ભાઇ આવો તાકાતવાન હોય તો સા‚ જેથી દુનિયામાં બધા સામે વિજય મેળવે તેવી લાગણી જન્માવી હોય, રાખડીની બજારમાં પણ બાહુબલી વાળી રાખડી ઓનડિમાન્ડ છે.