પૂર્ણ બહુમતીવાળી સરકાર હોવા છતાં ગૌરક્ષા મુદ્દે પુરતા પગલા લેવાયા ન હોવાનો વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખનો મત
વિશ્ર્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય પ્રમુખ પ્રવિર તોગડીયાએ ગૌરક્ષાના મુદ્દે સરકારની કામગીરીની ઝાટકણી કાઢી છે. ગૌરક્ષા માટે સરકારે નજીવુ કામ કર્યું છે. હજુ ઘણુ કરવાનું બાકી હોવાનું તોગડીયાનું કહેવું છે. તેમણે વિશ્ર્વ હિન્દુ પરિષદની બેઠક દરમિયાન કહ્યું હતું કે, ગૌરક્ષકોને આતંકવાદી તરીકે જોવાઈ રહ્યાં છે. જયારે કસાઈને સન્માનવામાં આવી રહ્યાં છે. સરકાર પાસે સંસદમાં સંપૂર્ણ બહુમતી છે. છતાં પણ ગૌરક્ષા મુદ્દે હજુ પુરતા પગલા લઈ શકી નથી. પ્રવિણ તોગડીયાએ આ તકે શક્તિસિંહ ગોહિલના વડવા હનુભાને યાદ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, ગૌરક્ષા માટે હનુભાએ પોતાના જીવનનું બલીદાન આપ્યું હતું. આજની તકે પણ તેમના બલીદાનને યાદ કરવામાં આવે છે.
તોગડીયાએ દેશમાં સિવિલ કોડની રચના માટેની માંગ પણ કરી હતી. તેમણે કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટે સિવિલ કોડ રચવા માટે તાકીદ કર્યા બાદ પણ હજુ સુધી આ મુદ્દે કશુ થયું નથી. ત્રિપલ તલાક મામલે કાયદો ઘડયા કરતા જો સરકારે સમજીને કોમન સિવિલ કોડ કાયદો ઘડયો હોત તો ત્રિપલ તલાક આપોઆપ નાબૂદ થઈ ગયું હોત. રામ મંદિર મામલે તેમણે કહ્યું હતું કે, ભાજપની પૂર્ણ બહુમતીવાળી સરકાર આવશે તો રામ મંદિર બનશે તેવી દરેક હિન્દુને ઈચ્છા હતી હું મારા ભાઈ નરેન્દ્ર મોદીને માત્ર એટલું જ કહીશ.