ફિલ્મ માય નેમ ઈઝ ખાનથી લઈને હજુ ગઈકાલે ભારત-પાકની મેચ સુધી શાહ‚ખ કહેતો આવ્યો છે કે-ઈન્શાલ્લાહ હું સ્મોકિંગ છોડી દઈ, પરંતુ,…. આજે બોલીવૂડ ટીટબીટમાં વાત કરવી છે કિંગ ખાન ઉર્ફે સુપરસ્ટાર શાહ‚ખના કોન્ફીડેન્સની તે ધૂમ્રપાન છોડી જ શકતો નથી યાદ કરો, છે ક ફિલ્મ માય નેમ ઈઝ ખાન વખતથી તે એનાઉન્સમેન્ટ કરતો રહ્યો છે કે ધૂમ્રપાન છોડી દેવું છે પરંતુ આવી ઘોષણા અવાર નવાર કરવા છતા તે ધૂમ્રપાન ત્યાગી શકતો નથી. અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે શાહ‚ખ ખાન ચેઈન સ્મોકર છે.
ગઈકાલે ભારત-પાકિસ્તાનના મેચ દરમિયાન કોમેન્ટરી બોકસમાં પૂર્વ ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગે શાહ‚ખ ખાનને તેની સ્મોકિંગની આદત બદલવા કહ્યું હતુ ત્યારે શાહ‚ખે કહ્યું હતુ કે ઈન્શાન્લ્લાહ, હું સ્મોકિંગ જલ્દી છોડી દઈશ. ગૌરી અને બાળકો પણ આમ જ ઈચ્છે છે. મને ખબર છે આ આદત સારી નથી. માય નેમ ઈઝ ખાનથી લઈને શાહ‚ખની આગામી ફિલ્મ હેરી મેટ સેજલના પ્રમોશન સુધી શાહ‚ખ ખાને એકથી વધુ વખત ધૂમ્રપાન છોડી દેવાની વાત કરી છે. પરંતુ તે સીગારેટનો સાથ છોડી શકતો નથી. શું કામ? તેનો કોન્ફીડેન્સ આટલો નબળો ?