ડીડીઓ દ્વારા જાહેર કરવામાં આવેલા ૨૭ મુદ્દાના સર્ક્યુલરથી વિવાદ વકર્યો: સામાન્ય વિગતો માંગવા ઉપર પણ રોક લગાવી દીધી!

દરેક ભારતીય નાગરિકને સરકાર પાસે માહિતી માંગવાનો અધિકાર આપવામાં આવ્યો છે. માહિતી અધિકારના કાયદાના કારણે અત્યાર સુધી અનેક કૌભાંડો બહાર આવી ચૂક્યા છે, આ ઉપરાંત વિગતો બહાર આવી જશે તેવા ડરે કૌભાંડો અટક્યા પણ છે. જો કે એક નવો ફતવો બહાર આવ્યો છે જે મુજબ હવે ૨૦૦ પાનાથી વધુ ની વિગતો જોઈતી હોય તો એકથી વધુ આરટીઆઇ  કરવી પડશે. એકંદરે જો તમે કોઈ વિગતો આરટીઆઇ હેઠળ માંગો અને તે વિગતો ૨૦૦ પાનામાં સમય નહીં તો બાકીની વિગતો માટે વધુ એક વખત આરટીઆઇ કરવી પડશે આવો નિર્ણય તાજેતરમાં બનાસકાંઠામાં બહાર આવ્યો હતો.

ગત તારીખ ૨ ફેબ્રુઆરી ના રોજ બનાસકાંઠાના ડીડીઓ અજય દરિયા દ્વારા ૨૭ મુદ્દાઓનો સર્ક્યુલર બહાર પાડવામાં આવ્યો હતો જે સર્ક્યુલરમાં કેટલાક વિવાદાસ્પદ મુદ્દા હતા જેમાં ખાસ કરીને આરટીઆઇ હેઠળ ૨૦૦ પાનાં સુધીની વિગતો નો ફતવો પણ હતો જો કોઈ અરજકર્તા આરટીઆઇ હેઠળ વિગતો માગી તો તે અટકી પડશે. આરટીઆઇ હેઠળ પ્રોપર્ટી ટેક્સ ચાર્જશીટ વોર્નિંગ નોટિસ કે અન્ય પગલાઓ અંગે વિગતો પણ અપાશે નહીં તેવો આદેશ પણ કરવામાં આવ્યો હતો.

ડીડીઓ દ્વારા જાહેર કરાયેલા આ વિવાદિત સર્ક્યુલર ના કારણે વિરોધના સુરત ઉઠયા છે. આ સર્ક્યુલરથી માહિતી અધિકારના કાયદાનો ભંગ થતો હોવાના આક્ષેપ પણ થઈ રહ્યા છે.

સર્ક્યુલરમાં એક મુદ્દો એવો પણ છે કે પીઆઈઓ કોન્ફિડન્સિયલ રિપોર્ટના નામે માહિતી અધિકારની અરજી ફગાવી પણ શકે છે પ્રોપર્ટી રીટન માટેની અરજી પણ ફગાવી દેવાની વાત આ વિવાદાસ્પદ સર્ક્યુલર માં કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.