જિલ્લા કલેક્ટરે વેબ પ્રેસ કોન્ફરન્સ કરી સ્પષ્ટતા કરી
જામનગરમાં બુધવારે એક દર્દીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ મળ્યો હતો. ભળતા નામવાળા એક દર્દી પણ સારવાર માટે આવ્યા હતાં તેના કારણે તંત્રએ અન્ય દર્દીના રહેણાંક વિસ્તારમાં પોઝિટિવ કેસ હોવાનું જાહેર કરતા બખેડો થયો હતો. આખરે આજે જિલ્લા કલેક્ટર દ્વારા વેબ પ્રેસ કોન્ફરન્સ કરીને સ્પષ્ટતા કરવામાં આવી હતી કે લંઘાવાડના ઢાળિયા વિસ્તારમાં પોઝિટિવ કેસ નોંધાયો છે. પરિણામે લંઘાવાડ ઢાળિયા વિસ્તામાં આનુસંગિક કામગીરીનો ધમધમાટ શરૃ કરવામાં આવ્યો છે.
જામનગરમાં વધુ એક પોઝિટિવ કેસ નોંધાતા હવે દાખલ દર્દીઓની સંખ્યા ચારની થવા પામી છે. આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લાનો પણ એક પોઝિટિવ કેસ નોંધાયો છે.
જામનગરની જી.જી. હોસ્પિટલમાં ગઈકાલે ચકાસણી માટે આવેલા ૧૧૮ માંથી ૧૧૬ નો રિપોર્ટ નેગેટીવ મળ્યો છે, જ્યારે એક જામનગર અને એક દેવભૂમિ દ્વારકા જિલ્લાના કેસમાં રિપોર્ટ પોઝિટિવ મળતા તંત્રની દોડધામ વધી જવા પામી છે. જામનગરના લંઘાવાડ ઢાળિયા, આરબ ફળીમાં રહેલા અસ્લમ ઈકબાલભાઈ મીનાણી (ઉ.વ. ૪૮) નો રિપોર્ટ પોઝિટિવ મળ્યો છે, પરંતુ ગઈકાલે તેવાજ ભળતા નામ ધરાવતા અસ્લમ હનિફભાઈ સમા (ઉ.વ. ૩૦) જે ગ્રેઈન માર્કેટમાં રહે છે અને ગ્રેઈન માર્કેટમાં આવેલ મણીલાલ મુળજી નામની પેઢીમાં નોકરી કરે છે. તેના વિસ્તારનો પોઝિટિવ કેસ નોંધાયો હોવાનું જાહેર તાં ગડમલ ઊભી થઈ હતી. હકિકતે પોઝિટિવ રિપોર્ટ ધરાવતા દર્દીનો વિસ્તાર લંઘાવાડનો ઢાળિયો છે, પરંતુ ભૂલી અન્ય વિસ્તારની જાહેરાત તાં ગુંચવણ ઊભી થઈ હતી. આખરે આ મુદ્દે આજે જિલ્લા કલેક્ટર રવિશંકર દ્વારા વેબ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી અને હકિકતો જાહેર કરી હતી.
લંઘાવાડ ઢાળિયા વિસ્તારમાં કેસ પોઝિટિવ મળતા આ વિસ્તારને ક્ધટેઈનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવી શકે છે. જ્યારે આ માટે તંત્ર દ્વારા આનુસાંગિક કામગીરી શરૃ કરવામાં આવી રહી છે. હાલ જ્યાં પોઝિટિવ કેસ નોંધાયો છે એ વિસ્તારમાં જેમની જરૃર જણાશે. તેના સેમ્પલો લેવામાં આવશે તેમ પણ જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું. જ્યારે અસ્લમ હનિફભાઈ શમા (ઉ.વ. ૩૦) નો રિપોર્ટ નેગેટીવ મળ્યો છે, પરંતુ તેને તાવ, શરદી, ઉધરસ હોવાી તબીબી સારવાર આપવામાં આવી રહી છે. હાલ જામનગરની જી.જી. હોસ્પિટલમાં કોરોનાના ચાર દર્દી સારવાર હેઠળ છે. દરમિયાન આજે સવારના બેચમાં વધુ ર૩૮ સેમપલો ચકાસણી માટે આવ્યા છે, જેમાં જામનગરના ૪૬, પોરબંદરના ૪૪, દેવભૂમિ દ્વારકાના ૬૯ અને મોરબીના ૭૯ નો સમાવેશ થાય છે. તેનો રિપોર્ટ સાંજે મળનાર છે.
કોરોનાના અંગે તંત્રના ભગા પછી સ્પષ્ટતા થતા ગ્રેઈન માર્કેટ ખુલી
જામનગરમાં ગ્રેઈન માર્કેટ વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસની જાહેરાત કરવામાં આવતા આ વિસ્તારના વેપારીઓને દુકાન બંધ રાખવાની વેપારી આગેવાન દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. આખરે તંત્રએ સ્પષ્ટતા કરતા વેપારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો અને રાબેતા મુજબ દુકાનો ખોલી હતી. આમ આરોગ્ય વિભાગે ભગો કરતા વેપારીઓમાં દોડધામ મચી જવા પામી હતી.