લ્યો કરો વાત, હવે સલમાન ખાન કહે છે કે લગ્ન એટલે પૈસાની બરબાદી ! અહીં આ કહેવત લાગુ પડે, નાચ ન જાને આંગન ટેઢા ? સલમાનની નજીકના લગભગ બધા લોકો તેને પરણવાનું કહી કહીને થાકી ગયા. મિત્ર આમીર ખાને તો ત્યાં સુધી કહ્યું કે, હું સલમાનના હાથ-પગ બાંધીને તેને પરણાવીશ. પરંતુ સલ્લુ હૈ કી માનતા નહીં…
સલમાન ખાનનો એવો દાવો છે કે પત્રકારો મારા લગ્ન વિશે મને જાણી જોઈને સવાલ કરે છે. કેમ કે, લગ્ન અંગેના સવાલથી હું છંછેડાઈ જાઉં અને તેમને એક સ્ટોરી મળી જાય.
બોલીવુડના ભાઈજાન લગ્ન કરવા માટે રાજી થાય તો ક્ધયાઓની કાંઈ કમી નથી. કાનુડાની ગોપીઓની જેમ સલમાનની ડઝને’ક ગર્લફ્રેન્ડ છે. તેની વધુ નજીક છે બ્રિટનની કેટરીના કૈફ અને રોમેનિયાની યુલિઆ વેન્તુર. આ સિવાય એલી અબરામ પણ વિદેશી મુળની છે. આજકાલ સલ્લુ ટીવી તખ્તાની ‘નાગીન’ મૌની રોય પર પણ મહેરબાન છે. અગાઉ સલમાને ઘણી ક્ધયાઓ જેમ કે સંગીતા બિજલાની, સોની અલી સાથે પ્રણય ફાગ ખેલ્યા પરંતુ બધાની વચ્ચે મિસ વર્લ્ડ ઐશ્વર્યા રાય (હવે બચ્ચન)ને ગુમાવ્યાનો રંજ સલમાનને આજે ય સતાવે છે. કહે છે કે સલમાન હાથમાં જે ચાંદીની લકી (ચેઈન) પહેરે છે તે ઐશ્વર્યાએ ગિફટ આપી હતી. સલમાન ખાન આજે નહીં તો કાલે ને કાલે નહીં તો પરમ દહાડે જ‚ર ઘોડે ચઢશે તેવું લાગતુ હતું પણ હવે તેના મોઢેથી આવું સાંભળ્યા પછી બધી આશાઓ પર પાણી ફરી વળ્યું હોય તેમ લાગે છે.