રાષ્ટ્રીય કક્ષાની વેબસાઈટ પર પ્રથમવાર ગુજરાતી વેબ સિરીઝ શરૂ થશે જેમાં સંયુક્ત કુટુંબમાં પણ અલાયદો રૂમ ‘બેડરૂમ’માં થતી પતિ-પત્નીની મીઠી નોક-જોક રમૂજ ઉપજાવશે
‘ડુ નોટ ડિસ્ટર્બ’ કાલથી પથ્રમ ગુજરાતી વેબ સિરીઝ રાષ્ટ્રીય પ્લેટફોર્મ પર આવી રહી છે. આધુનિક દંપતિના શયનખંડમાં થતી વાતચીતને એમએકસ પ્લેયર નવી ગુજરાતી વેબસીરીઝ દ્વારા લઈને આવ્યું છે. આવતીકાલથી શરૂ થતી આ વેબસીરીઝ શયનખંડમાં થતી પતિ-પત્નીની મીઠી નોકજોક દર્શાવે છે.
ડિજીટલ ક્ષેત્રે પ્રથમ એન્ટ્રી કરી રહેલ ‘ડુ નોટ ડિસ્ટર્બ’માં સાદી છતાં રમુજી વાર્તા છે. જેમાં બેડરૂમની ચાર દિવાલોની વચ્ચે પતિ-પત્નીની રોજિંદી વાતોને પણ વણી લેવામાં આવી છે.
આ વેબ સિરીઝ અંગે વધુ જણાવતા દિગ્દર્શક સંદીપ પટેલ કહે છે કે, “પ્રથમ ગુજરાતી વેબ સિરીઝ રાષ્ટ્રીય પ્લેટફોર્મ પર આવી રહી છે. આ વેબસિરીઝમાં પતિ-પત્નીની મીઠી રમુજી નોકજોક છે. બેડરૂમની ચાર દિવાલ વચ્ચે આ વર્કિંગ કપલ સંયુક્ત કુટુંબમાં રહેતુ હોવા છતાં પોતાની અલાયદી લાઈફ જીવે છે. વેબસિરીઝમાં અમદાવાદી છોકરી અને આમચી મુંબઈની છોકરીની વાત છે જે કાયમ પ્રગતિ કરતી આધુનિક અને પોતાના પતિને અતિશય ચાહે છે.
છ એપિસોડની સિરીઝમાં મૌલિક (મલ્હાર ઠાકર) અને મીરા (માનસી પારેખ ગોહીલ)એ ખૂબ જ સુંદર એક્ટિંગ કરી છે. મૌલિક સંયુક્ત કુટુંબમાં રહે છે અને પાકો અમદાવાદી છોકરો છે. જેને ફૂડ પરંપરાને જાળવવી, મિત્રો સાથે રમવું, પાર્ટી કરવી, પોતાના માતા-પિતાને દરેક વાતમાં સાથ રાખવા તા પત્નીને પ્રેમ કરવાનું ગમે છે. જ્યારે મીરા ગુજરાતી છોકરી છે પરંતુ દીલી મુંબઈકર છે. તેને કાયમ પ્રગતિ કરતી, આધુનિક બતાવાઈ છે. આ વેબસિરીઝમાં પતિ અને પત્ની વચ્ચેની ગાઢ વાતચીત, મતભેદો અને પોતાના પ્રેમ માટે કરતા સમાધાનોનું નિરૂપણ કરવામાં આવ્યું છે.
આ એક્સક્લુઝિવ સિરીઝમાં આધુનિક દંપતિના શયનખંડમાં તી વાતચીતને એમએકસ પ્લેયર લઈને આવી રહ્યું છે. આ રોમેન્ટીક, કોમેડી લગ્ન અને શયનખંડની મીઠી નોકજોક હ્યુમર ઉભુ કરે છે. છ એપિસોડની સિરીઝ આવતીકાલી શરૂ થઈ રહી છે. જેને મિતાઈ શુકલ અને નેહલ બક્ષી દ્વારા લખવામાં આવી છે જે કાલથી ધુમ મચાવશે.