આતંકવાદીઓને પોષતા પાકિસ્તાન પાસેથી વિશ્વએ માનવ અધિકારના પાઠ ભણવાની જરૂર નથી: યુનોમાં ભારતનો પલટવાર
સંયુકત રાષ્ટ્ર મહાસભાની માનવ અધિકાર પરિષદમાં ભાર- પાકિસ્તાન વચ્ચે જુબાની જંગ છેડાઇ છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને જમ્મુ-કાશ્મીરનો મુદ્દો ઉઠાવી ફરી એક વખત ખોટા પણું દેખાડયું છે.
સમગ્ર દુનિયામાં પાકિસ્તાએ આતંકવાદીઓને પોષતો દેશ ગણાય છે અને આતંકવાદનો જનક ગણાતો જ આ દેશ માનવ અધિકારની સુફીયાણી વાતો કરે તે આપણને અચરજ જરૂર પમાડે, પાકિસ્તાનની આ સૂફીયાણી વાતોનો ભારતે પલટવાર કરતા આક્રમક જવાબ આપ્યો છે. યુએનમાં પરમેનન્ટ મિશન ઓફ ઇન્ડિયાના સચિવ સેથિંલ કુમારે કહ્યું કે, પાકિસ્તાને વધુ એક વખત જુઠાણું બોલી પોતાની નકારાત્મક સાબિત કરી છે અને રહી વાત માનવ અધિકારની તો આતંકના જનક દેશ પાસેથી વિશ્ર્વને માનવ અધિકારના પાઠ ભણવાની જરૂર નથી.
માનવ અધિકાર અંગે અન્યોને શીખ દેતા પહેલા પાકિસ્તાને યાદ રાખવું જોઇએ કે, આતંકી પ્રવૃિતિઓએ માનવ અધિકારનું સૌથી મોટું હનન છે. સેથિંલ કુમારે બલુચિસ્તાનને લઇને પણ યુએનમાં પ્રશ્ર્નો ઉઠાવ્યા હતા. તેમણે અલ્પસંખ્યકો નો મુદ્દો ઉઠાવી પાકિસ્તાનને ધેરયું હતું કે, પાકમાં અલ્પ સંખ્યકો પર અત્યાચાર થઇ રહ્યાં છે. જેથી અલ્ય સંખ્યકોની સંખ્યામાં ઘટાડો થયો છે.
સંયુકત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રાજદૂત ટી.એસ. તિરૂમૂર્તિએ ટવીટ કરી પાક પીએમ ઇમરાન ખાનના સંબોધનને વખોડી કાઢયું હતું અને ખરાબ કુટનીતિક ગણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, યુએનના ૭૫માં સત્રમાં પાકના વડાપ્રધાને તેમના સંબોધનમાં જમ્મુ-કાશ્મીરનો મુદ્દો ઉઠાવી ભારત વિરોધી ભાષણ આપ્યું હતું જેની ટીકા કરી ભારતના સ્થાયી મિશનના પ્રથમ સચિવ મિજીતો વિનીતોએ સંયુકત રાષ્ટ્ર મહાસભાના હોલમાંથી વોકઆઉટ કર્યુ હતું.