ઘરેલુ ઔષધિય ઉપયોગ માટે નાના પાયે ગાંજો ઉગાડવા માટે મળી મંજુરી

સમગ્ર વિશ્ર્વમાં ફેકી પદાર્થ અને નશીલા પદાર્થની ખેતી કરવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવતો હોય છે ત્યારે ચોંકાવનારી વાત તો એ છે કે, ઈટલીની સુપ્રીમ કોર્ટે ગાંજો ઉગાડવા માટેની પરવાનગી આપી દીધી છે જેથી હવે ત્યાંના ખેડુતો નાના પ્રમાણમાં ગાંજાનું વાવેતર કરી શકશે. આ તકે કોર્ટનાં જણાવ્યા મુજબ કોઈપણ નાર્કોટીક ડ્રગ્સનું વાવેતરને માન્યતા આપવી ન જોઈએ પરંતુ જો તેનો ઉપયોગ ઔષધિય ચીજવસ્તુ માટે ઉપયોગ કરવામાં આવે તો તે મુદ્દે કોઈપણ આપત્તિ હોવી ન જોઈએ અને વિશેષરૂપથી તેઓને ગાંજો ઉગાડવા માટેની પરમિશન પણ આપવી જોઈએ. ઈટલીની સુપ્રીમ કોર્ટે રોમમાં ગાંજો ઉગાડવા માટેનો નિર્ણય ૧૯મી ડિસેમ્બરનાં રોજ લીધો હતો ત્યારે પરવાનગી મળતાની સાથે જ રાજકિય ડિબેટો શરૂ થવા પામી હતી.

આ તકે ત્યાનાં સેનેટ મેમ્બરે જણાવતા કહ્યું હતું કે, કોર્ટ દ્વારા આ અંગે પરવાનગી આપવામાં આવી છે પછી આ નિર્ણયને અમલી બનાવવો કે કેમ ? તે ખેડુતો ઉપર મુખ્યત્વે નિર્ભર રહેતુ હોય છે. માટીયો માનટેરોએ ૨૦૨૦ માટેના બજેટમાં આ અંગેનો ઠરાવ કરતા જણાવ્યું હતું કે, ઘરેલુ વપરાશ માટે ગાંજાનો ઉપયોગ કાયદેસર કરવો જોઈએ. જેને ઈટલીની સુપ્રીમ કોર્ટે લીલીઝંડી પણ આપી હતી. ઈટલીની રાઈટ વીંગ લીગ પાર્ટીના માટીયો સાલ્વીનીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ડ્રગ્સ શરીરને ખુબ જ નુકસાન પહોંચાડે છે ત્યારે કોઈપણ દુકાનમાંથી તેની ખરીદી કરવી ખોટી છે અને તેને કોઈપણ પ્રકારે  કાયદેસર થવા ન દેવુ જોઈએ પરંતુ જો ગાંજાનો ઉપયોગ ઔષધિય અને સ્વાસ્થ્ય સુધારવા માટે કરવામાં આવે તો તેમાં આપતિ પણ ન હોવી જોઈએ.

7537d2f3 23

આ તકે ઈટલીના સાલ્વીની કે જેઓ ઓગસ્ટ માસ પૂર્વે ઈન્ટીરીયલ મિનીસ્ટર તરીકે ફરજ બજાવી રહ્યા હતા તેને પણ ઈટલીમાં ચાલતી બેન્ડ પ્રોડકટસની ચીજવસ્તુઓ કે જે દુકાનોમાં મળતી હતી તેના પર પ્રતિબંધ મુકવા માટેનું જોર પણ કર્યું હતું. જયારે સુપ્રીમ કોર્ટ દ્વારા પણ આ અંગે તાકિદ કરી અનેકવિધ ચીજ-વસ્તુઓને બેન્ડ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. ઈટલીની સુપ્રીમ કોર્ટ દ્વારા ગાંજો ઉગાડવાનું કાયદેસર કરવાનો વિચાર કર્યો છે તેની તરફેણમાં ફાઈવ સ્ટાર મુમેન્ટે ટેકો આપ્યો હતો પરંતુ જયારથી સુપ્રીમ કોર્ટ દ્વારા આ અંગે નિર્ણય આપવામાં આવ્યો છે તો ઘણી ખરી રાજકિય ડિબેટો પણ શરૂ થઈ ગયેલી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.