હેર ફોલ અને હેર લોસમાં વહેલી તકેની સારવાર સમસ્યાને ધીમી પાડી શકે છે
ટાલીયો કે મારે દાંતીયો જોઈએ ઝમકુડી રે ઝમકુડી
ભારતીય લોકો વાળને લઈ હંમેશા સજાગ રહે છે. વાળ એ માથાનું મુકુટ તરીકે પણ ઓળખાય છે તેમજ વ્યક્તિની પ્રતિભા અને તેના આત્મવિશ્વાસને વધુ મજબૂત તેના વાળ પરથી જોઈ શકાતું હોય છે.તેમજ ભારતીય લોકો માં વાળ તેના સૌંદર્ય માટે નું પણ પ્રતીક છે.આજકાલ લોકો માં વાળ ખરવાની અને ઓછા થવાની સમસ્યા વધુ જોવા મળે છે.તેમજ નાની વ્યયના યુવાનો માં પણ વાળ ખરવાની અને આછા થવાની સમસ્યા જોવા મળે છે.હેર ફોલ અને હેર લોશ થવાનું કારણ માં હોર્મોનસનું ઇમ્બેલેન્સ ,વાળ પર કોસ્મેટિક ટ્રીટમેન્ટ કરવી , હાર્ષ શેમ્પુ નો ઉપયોગ કરવો , ઘણી ગંભીર બીમારીઓ ના કારણે આ સમસ્યા થતી હોય છે.
આવા કરણસર માથા પર ટાલ પડવાની શરૂ થાય છે.વ્યક્તિ ટાલ પર વાળ ઉગાડવા જુદી જુદી ટ્રીટમેન્ટ કારવે છે ત્યારે હેર ટ્રાન્સપાલન્ટ સુધીની તમામ ટ્રીટમેન્ટની સારવાર મેળવે છે. ત્યારે ટાલ પડવાની સમસ્યાની શરૂઆતથી લઈ કઈ કઈ પદ્ધતિ વાળ માટે ફાયદાકારક અને હેર ટ્રાન્સપાલન્ટ એ ટાલ પર વાળ ઉગાડવા માટેની છેલ્લી ટ્રીટમેન્ટ છે તેની તમામ માહિતી અબતકની ટીમે હેર ફોલ અને હેર લોસના નિષ્ણાંતો સાથે ખાસ મુલાકાત કરી વિગતો મેળવી તે અંગેનો ચિતાર રજૂ કર્યો છે.
રોજિંદી લાઇફ સ્ટાઇલમાં સમતોલ આહાર વાળની તંદુરસ્તી માટે શ્રેષ્ઠ
કુદરતી ઉપચાર વાળના આયુષ્યમાં વધારો કરે છે
સાચી દિશામાં સચોટ નિદાન કરવું હેર લોસ માટે કારગત નીવડે છે ડો.પી.એમ રામોતીયા (કોસ્મેટિક સર્જન , સ્કિન સ્પેશિયાલિસ્ટ)
મનુષ્ય માટે વાળ તેને લુક અને પર્સનાલિટી માં માભો પાડે છે. વાળ ઓછા થવા લાગે ત્યારે વ્યક્તિ થોડો ડીપ્રેસ પણ જોવા મળે છે વાડ કરવા પાછળનું એક કારણ વારસાગત પણ હોય છે. કોવિડ બાદ વધારે પડતા લોકોમાં ખાસ કરીને સ્ત્રીઓમાં વાળ ખરવાની સમસ્યા વધુ જોવા મળે છે.સ્ટ્રેસ લેવલ પણ વાળ ખરવા માટે જવાદર છે.વાળ ખરવાની શરૂઆતમાં જ ડરમોટોલોજીસ્ટ પાસે વહેલી તકે ટ્રીટમેન્ટ કરાવવી જરૂરી.
વાળના સ્પેશિયાલિસ્ટ જે દવા આપે છે તેમાં કોઈ પણ જાતની આડસર થતી નથી કાયદેસર નિદાન કરી દવા આપે છે.વાળ ખરવાની કે વાળ ઓછા થવાની સમસ્યા થતા ની સાથે સમયસર સોચોટ નિદાન કરવું અત્યન્ત જરૂરી.
હેર ટ્રાન્સપ્લાન્ટમાં FUE આધુનિક અને શ્રેષ્ઠ પદ્ધતિ ડો.મૌલિક ડઢાણીયા (હેર ટ્રાન્સપાલન્ટ સર્જન)
વાળને વ્યક્તિગત પ્રતીક માનવામાં આવે છે તેમજ આપણા માથા નું મુકુટ ગણવામાં આવે છે. હેર લોસના ઘણા બધા કારણો હોય છે જેવા કે હોર્મોન્સ ઇમ્બેલેન્સ, સ્ટ્રેસ, ડેન્ગ્યુ જેવી બીમારીઓ , હેરની કોસ્મેટિક ટ્રીટમેન્ટ આ કારણે હેર લોસ ની સમસ્યા વધી રહી છે.
હેર ટ્રાન્સપ્લાટ એ વાળ ઉગાળવાની છેલ્લી સારવાર છે.હાલ હેર ટ્રાન્સપ્લાન્ટ માં ઋઞઊ પદ્ધતિ નો ઉઓયોગ કરવામાં આવે છે.આ અતિ આધુનિક પદ્ધતિ થકી સચોટ હેર ટ્રાન્સપ્લાન્ટ ની ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. હેર ટ્રાન્સપાલન્ટ બાદ વાળ ની માત્ર 10 દિવસ પૂરતી તડકો , ધૂળ અને ટ્રીટમેન્ટના ભાગ મુજબની વ્યક્તિએ કાળજી રાખવાની હોય છે.ત્યાર બાદ હેર ટ્રાન્સપ્લાટ વાળી વ્યક્તિ ખાસી કાળજી રાખવાની હોતી નથી.દાઢી માં હેર ફોલ થવાના ઘણા કરણો છે.પરંતુ વહેલી તકે ડરમોટોલોજીસ્ટ નો સંપર્ક કરવો તેમજ દાઢી માં પણ હેર ટ્રાન્સપ્લાન્ટ થઈ શકે છે.
સમયસરની ટ્રીટમેન્ટ ટાલ પડવાની સમસ્યાને ધીમી કરી શકે છે : ડો. પ્રતીક શેઠ (ક્ધસલ્ટન ડરમોટોલોજીસ્ટ)
વાળ તે આપણા માથા નો તાજ છે સેલ્ફ કોન્ફિડન્સ માટે ની મહત્વ ની ભૂમિકા ભજવે છે હેર ફોલ અને હેર લોશ બને માં વાળ ને નુકશાન થવાના કારણો હેર ફોલ થવા પાછળના કારણોમાં ન્યુટ્રીશન ની ખામી , કેમિકલ યુક્ત પદાર્થોનો ઉપયોગ કરવો, ગમભીર બીમારી જેવા કારણો જવાબદાર છે.હેર લોશ થવાના કારણોમાં સ્કાલ્પ માં ઇન્ફેકશન થવું , ડેન્ડ્રફ , જેનેટિક અને હોર્મોનોલી ઇફેક્ટ જવાબદાર છે.જેને કારણે વાળ પાતળા થાય અને નાના થવા લાગે છે જેને કારણે ટાલ દેખાવ લાગે છે.હોર્મોન ઇમબેલનશ ની શરૂઆત 12 વર્ષ બાર શરૂ થઈ જતી હોય છે.17 વર્ષ ની ઉંમર થતા ટાલ પડવાની શરૂઆત થાય છે. પુરુષ માં ટેસ્ટોસ્ટેરોન હોર્મોન જે ડાહિય ટેસ્ટોટેરોન માં રૂપાંતરિત થાય છે જે વાળ ઉપર અસર કરી તેના હેરફોલિકસ પર અસર કરી જે વાળને પાતળા અને નાના બનાવે છે. સ્ત્રીઓમાં પણ ટેસ્ટસ્ટેરોન ની માત્ર ઓછી હોય છે તેઓમાં એસ્ટ્રોજોન અને પ્રોજેસ્ટરોન હોર્મોન વધારે હોય છે.સ્ત્રીમાં આ હોર્મોન ઇમબેલનશ ના કારણે ટાલ પડતી હોય છે.ઉઇંઝ હોર્મોન એ શરીરનું નોર્મલ હોર્મન છે.બાલડનેશ ની સમસ્યામાં શરૂઆત થી ટ્રીટમેન્ટ કરવામાં આવે તો આ સમસ્યાને ધીમી પાડી શકાય છે.વાળની ડેન્સીટી ઘટે તેમજ વાળ પતલા પડી નાના થતા જાય ત્યારે વહેલી તકે વાળ માટે ની ટ્રીટમેન્ટ કરવાની શરૂ કરવી
આમળા,અરીઠા,શિકાકાઈ વાળના ક્લીનઝિંગ માટે શ્રેષ્ઠ : ડો. સંજય જીવરાજાની
નાની વ્યય થી માણસ મૃત્યુ પામે ત્યાં સુધી તેને વાળ ખરવાની સમસ્યા રહે છે. વાળ ખરવાના ઘણા બધા કારણો જોવા મળે છે જેવા કે અનિયમિત હશરયતિુંહય ગેજેટ નો ઉપયોગ અલગ-અલગ પ્રકારના શેમ્પુ હેર ઓઇલ નો ઉપયોગ વાળમાં કલર અને વાળમાં હિટ સ્ટ્રેટનિંગ કરાવવાથી વાળ ખરવાની સમસ્યા થતી હોય છે. ફની સાઇડ ઇફેક્ટ માં વાળ સફેદ થાય છે સાથે આવનારી પેઢી માટે પણ આ નુકસાન પહોંચાડી શકે છે. વાળ માટે એમોનિયા ફ્રી વસ્તુ વધારે ઉપયોગ કરવી. શેમ્પૂમાં નેચરલ શેમ્પુ યુઝ કરવા. આમળા,અરીઠા, શિકાકાઈ ક્લીનઝિંગ માટે શ્રેષ્ઠ. વાળ માટે નેચરલ અને આયુર્વેદિક શેમ્પુ અને ઓઇલ ઉપયોગ કરવો. ભૃંગરાજ અને કોકોનટ ઓઇલ પણ વાળ માટે શ્રેષ્ઠ. એક થી બે ચમચી તેલ લઈ હળવા હાથે તે માથાના સ્કાલ્પ પર મસાજ કરવાથી વાળ મજબૂત બને છે.
75 ગ્રામ પ્રોટીન રોજનું શરીર અને વાળ માટે શ્રેષ્ઠ. વાળની સમજણ વાળનું પ્રિવેન્સન છે. કલર થી દૂર રહેવું , હેર સ્ટ્રેટનીગ , તેલ નાખી વિક માં બે વખત વાળ ને વોશ કરવું.
લોકો માં કાળા વાળ ની મહ્ત્વતા એટલે હોય છે કેમ કે તે સૌંદર્ય નો ખાજાનો અને સાથે તમારી તંદુરસ્ત હેલ્થને પણ દર્શાવે છે.
એન્ડ્રોજન રિસેપ્ટર સેન્સિટીવીટીની સમસ્યા ટાલ પડવાનું મુખ્ય પરિબળ
જે લોકોના વાળમાં એન્ડ્રોજન રિસેપ્ટરની સેન્સિટીવીટી વધારે હોય છે એ લોકોમાં ટાલ પડવાની સમસ્યા ઝડપી જોવા મળે છે.તેમજ જે લોકોમાં એન્ડ્રોજન રિસેપ્ટરની સેન્સિટીવીટી ઓછી હોય છે.એ લોકોમાં ટાલ પડવાની સમસ્યા ઓછી જોવા મળે છે.
બાલડનેશ ની એન્ડ્રોજન રિસેપટરની સેન્સેટીવીટી આપણા જેનેટિક રોલ પર અસર કરે છે.આ શરીરી ની સામાન્ય પ્રવુતિ છે જેને બંધ નથી કરી શકાતી પરંતુ ટ્રીટમેન્ટ થી અને અમુક કાળજી રાખવાથી બંધ કરી શકાય છે.
હેર પિંચિંગ થી કોઈ સાઈડ ઈફેક્ટ થતી નથી જયેશ ઉનડકટ (નેચરલ હેર રિપ્લેસમેન્ટ સેન્ટર)
મનુષ્યની પર્સનાલિટીમાં હેર નો મોટો ફાળો રહે છે.ટાલવાળી વ્યક્તિ હંમેશા વાળ માટે ઝનખતા હોય છે.અમારી પાસે યુવાનોથી લઈ મોટી વયના વ્યક્તિઓ ટાલ ની સમસ્યા લઈને આવે છે. વ્યક્તિને માથા પર જેટલા ભાગમાં તલ હોય છે ત્યાં અમે હેર પીંચ કરી આપી છે વીકના મોડીફીકેશન તરીકે હેર પીંચ નું કાર્ય રહે છે વ્યક્તિના જેટલા ભાગમાં તલ હોય ત્યાં હેરપીન કરવામાં આવતા હોય છે હેર પીંચ બાદ વ્યક્તિ રેગ્યુલર બધી જ વાળ માટેની પ્રોસેસ કરી શકે છે નાવા દિલ્હી તેલ નાખવાની તેમજ તમામ પ્રવૃત્તિઓ પણ કરી શકે છે. ખાસ આવા વ્યક્તિને એક મોટો ફાયદો એ છે કે હેર પીંચ થી તેના વાડ ઓરીજનલ જ લાગે છે. ત્રણ પ્રકારે હેર પીંચ કરવામાં આવે છે હેર વિવિંગ, હેર બોન્ડિંગ, હેર પેસ્ટિંગ તેમજ હાલ હેર
પેસ્ટિંગ ટ્રીટમેન્ટ વધુ લોકો કારવે છે. આમાં વ્યક્તિ જેટલા ભાગ માં વાળ નથી ત્યાં સરળતા થી હેર પિંચ કરવામાં આવે છે. 20 દિવસ બાદ વ્યક્તિ પોતાની જાતે પણ હેર પેસ્ટિંગ ને સર્વિસ કરી શકે છે અથવા અમારા સેન્ટર પર આવે તો અમે કરી આપી છીએ. હેર પિંચ ત્રણ હજારથી ત્રીસ હજાર સુધી માં થતું હોય છે. હેર પીંચનો 2 થી 3 વર્ષ સુધી ઉપયોગ આરામ થી કરી શકાય છે. હેર પિંચિંગ થી કોઈ સાઈડ ઈફેક્ટ થતી નથી.
શરીરમાં ફેરેટિનનું લેવલ ઓછું થતા વાળ ખરવાની શરૂઆત થાય છે : રીમા રાઉ (ન્યુટ્રિસિયન, ડાયટીશિયન)
સ્ત્રી કે પુરુષ બંનેમાં વાળ એ સૌંદર્ય ની સાથે તેના પોષણતમને ઓળખ અપાવે છે. શરીરમાં આયન, પ્રોટીન , ઓમેગા ફેટીએસિડ ઓછું થતા વાળ ખરતા હોય છે.
વાળના પોષણ માટે સૌપ્રથમ સમતોલ આહાર હોવો જરૂરી છે. ન્યુટ્રીશન માં પ્રોટીન, બી-કોમ્પલેક્સ ,વિટામિન સી, ઝિંક, આયર્ન આ બધાં જ પોષકતત્વો વાળની તંદુરસ્તી માટે ખૂબ જ ઉપયોગી છે. પ્રાણીજન્ય પ્રોટીન અને સંપૂર્ણ પ્રોટીન છે જેમાંથી અમીનો એસિડ બને છે વનસ્પતિજન્ય પ્રોટીન માટે બે જાતના પ્રોટીન ને મિશ્રણ કરી ખાવાથી સંપૂર્ણ પ્રોટીન મળે છે. વાળ માટે વિટામિન બી6,વિટામિન બી12 ,અને ફોલિક એસિડ આ બધા વિટામિન લોહી બનવાની પ્રક્રિયામાં મદદરૂપ થાય છે અને લોહીનો પ્રવાહ સુધી પહોંચાડી તેને મજબૂત કરે છે. શહેરમાં ફેરીટીન લેવલ જ્યારે નીચું જાય છે તેના વાળ ખરવાની શરૂઆત થાય છે. વાળ ખરે ત્યારે હીમોગ્લોબિન અને આર્યન ફેરેટિન લેવલ નો ટેસ્ટ કરાવવો હિતાવહ છે. બધા જ લીલા પાનવાળા શાકભાજીમાં ફોલિક એસિડ મળી રહે છે.ઝીંક તત્વ વાળ માટે ઘણું ઉપયીગી છે.
વિટામિન સી વાળા ફ્રૂટ્સ અને આમળા વાળ માટે હેલ્ધી સાબિત થાય છે. વિટામીન બાયોટિન વાળ માટે ઉત્તમ પ્રકારનું ગણી શકાય છે. પુષ્કળ વાળ ખરતા અટકાવવા માટે વિટામિન બાયોટિન લેવું શ્રેષ્ઠ છે. થાઈરોઈડ ની દવા સાથે વિટામિન બાયોટીન લેવું નહીં. રોજના 10 થી 12 ગ્લાસ પાણી પીવું પણ વાળ અને સ્કિન માટે જરૂરી છે.
ખરતા વાળ માટે જવાબદાર પરિબળો સામે તેની તકેદારીયો
વાળને ડેમેજ થવાના કારણો ઘણા બધા હોય શકે.ગરમ પાણીથી વાળ ધોવા, કઠણ કેમિકલ વાળા શેમ્પુ નો ઉપયોગ કરવો , સ્વિમિંગ કર્યા પછી ક્લોરીન વાળા પાણીમાં હેર વોશ કરવા , વાળમાં સ્ટ્રેટનિંગ , આર્નિંગ, કલર મહેંદી કરવી આ બધાં કારણો વાળને નુકશાન પોહચડે છે. સલફેડ ફ્રી અને પેરાબિન ફ્રી શેમ્પૂનો ઉપયોગ કરવો હિતાવહ.એડેડ ઓઇલ, આરંગન ઓઇલ , કોકોનટ ઓઇલ , ઓલિવોય, બટર્સ આ બધા ઓઇલ વાળ માટે સારા છે.શેમ્પૂનો ઉપયોગ સ્કાલ્પ ઉપર કરવો અને કંડીશનરનો હેરના લેંથ ઉપર કરવો જેથી વાળને નુકસાન પહોંચતું નથી