તલીબાન શાસનની ધાક રાખવા કેદીઓ પર ગુજારાય છે અમાનુષી અત્યાચાર
૨૧મી સદીના વિશ્ર્વમાં માથાના દુ:ખાવારૂપ બની ગયેલા વૈશ્ર્વિક આતંકવાદના મોડેલ જેવા તાલીબાનો પોતાની ધાક જમાવી રાખવા માટે કેદીઓ પર અમાનુષી અત્યાચારો ગુજારતા હોવાનો પર્દાફાશ થયો છે. તાલીબાનોની જેલ એટલે જીવતી દોજક જેવો અનુભવ કરાવનારી હોય છે. ૬૦ વર્ષના ખેડૂત મલીક મોહમદીએ પોતાના ૩૦ વર્ષના પુત્રની જેલ યાતનાઓ અંગે જણાવ્યું હતું કે, તાલીબાનોની જેલ એટલે જીવતુ નર્કાગાર. ૩૨ વર્ષના નસરુલ્લાહને તાલીબાનોએ યુદ્ધ કેદી તરીકે પકડીને જેલમાં પુરી દીધો હતો. ગામડાના એક સંકુલમાં કે જ્યાં પુરતુ ખાવુ અને હવા-પાણીની પણ સગવડ ન હતી ત્યાં તેને રાખવામાં આવ્યો હતો. અમાનુષી અત્યાચાર અને ઢોર મારથી યુવા સૈનિકના મોઢામાંથી લોહી નીકળતા હતા. તાલીબાનોએ તેને ઢોર મારમાર્યો હતો અને હું મારા પુત્રને ધીમે ધીમે મરતા જોતો રહ્યો હતો.
તાલીબાનોની જેલોમાં અમાનુષી અત્યાચાર એક મોડસ ઓપરેન્ડી છે. અફઘાન સરકારે જ્યારે કત્તાર સમજૂતીમાં તાલીબાનોની જેલના અત્યાચારોની વાત જગત સમક્ષ મુકી હતી. તાલીબાનો પોતાના પ્રભુત્વ જાળવી રાખવા માટે અને સમગ્ર વિસ્તાર ઉપર કબજો જમાવી રાખવા માટે જેલના કેદીઓને પોતાની શક્તિનું પ્રદર્શન કરવા માટે ઉપયોગ કરે છે. તાલીબાનો પોતાના કેદીઓને દુનિયાથી સંપર્ક વિહોણા અને કોઈપણ પ્રકારના માનવ અધિકારના નિયમોનું પાલન કર્યા વગર પશુઓની જેમ રાખે છે. સૈયદ હયાતુલ્લાહ ફૈઝાબાદના એક દુકાનદારના મતે પશુ જેવો વર્તાવ કરે છે. મને જ્યારે પકડીને જેલમાં પુરી દેવામાં આવ્યો ત્યારે એક અંધારીયા ખંડમાં મારી આંખો ખુલી અને એક-એક મીનીટ નહીં એક-એક સેક્ધડ મારા માટે નર્કાગાર બની રહી હતી. અફઘાનિસ્તાનના ફૈઝાબાદમાં તાલીબાનોના નર્કાગાર જેવા કાળાગૃહમાં હજ્જારો કેદીઓને પશુની જેમ રાખવામાં આવતા હતા. ઢોર માર અને અપુરતુ ખાવાનું તાલીબાનોની જેલની સામાન્ય ઘટના હતી. વિદ્યાર્થી રહેમતુલ્લાહને પણ તાલીબાનોની આવી નર્કાગાર જેલનો અનુભવ થયો હતો. ૩૧ વર્ષીય મહમદ અમાન સરકારી ઈજનેરને પોતાની ફરજ પરથી ઉપાડીને જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો. લાકડીથી માર મારી સતત ભયભીત રખાતા કેદીઓમાં એન્જીનીયરને રાખવામાં આવ્યો હતો. પોતાના આપવીતી કહેનાર મલીક મહમદ અંતમાં જણાવે છે કે, પોતાના જુવાનજોધ પુત્રના મૃત્યુ બાદ વૃદ્ધ પિતાને રડવા પણ દીધા ન હતા. તેનો બીજો પુત્ર હમીદ કાબુલમાં વકીલ હતો તે પોતાના ભાઈને બચાવવા નિષ્ફળ નિવડ્યો હતો. તાલીબાનોનું શાસન માનવતા વિહોણુ માનવામાં આવે છે.