કાબુલ એરપોર્ટમાં ધમાસાણ: 12 યુએસ કમાન્ડો સહિત 80ના મોત, 200થી વધુ ઘાયલ: ISISના ખુરાસાન ગ્રુપે લીધી જવાબદારી
અબતક, નવી દિલ્હી
તાલિબનનો કબજો અફઘાનને ખેદાન મેદાન કરી રહ્યો છે. અફઘાનમાં આતંક ચરમસીમાએ પહોંચી ગયો છે. તેમાં પણ કાબુલમાં ધમાસાણ મચી રહ્યું છે. ગત રોજ હુમલામાં 12યુએસ કમાન્ડો સહિત 80ના મોત નિપજ્યા છે. ઉપરાંત 200 જેટલા લોકો ઘાયલ થયા છે. આ હુમલાની જવાબદારી ખુરાસાન ગ્રુપે લીધી છે.
અફઘાનિસ્તાનની રાજધાની કાબુલના હામિદ કરઝાઇ ઈન્ટરનેશનલ એરપોર્ટની સામે ગઈકાલે સાંજે બ્લાસ્ટ થયો હતો. અફઘાનિસ્તાનની રાજધાની કાબુલના હામિદ કરઝાઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ સામે જ સાંજે બે આત્મઘાતી હુમલા થયા હતા. જેમાં 80 લોકો માર્યા ગયા છે અને 200થી વધુ ઘાયલ છે.
ન્યુઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે આતંકી સંગઠન ઈંજઈંજના ખુરાસાન ગ્રૂપે હુમલાની જવાબદારી લીધી છે. અમેરિકી સેન્ટ્રલ કમાન્ડના જનરલ કેનેથ મેકેન્ઝીએ કહ્યું છે કે મરનારાઓમાં 12 મરીન કમાન્ડો સામેલ છે, જ્યારે 15 ઘાયલ છે. કાબુલ એરપોર્ટથી તમામ ફ્લાઈટ ઓપરેશન્સ બંધ કરી દેવાયા છે.
સૂત્રોના જણાવ્યાઅનુસાર, વધુ 3 બ્લાસ્ટ થયાના અહેવાલો મળ્યા છે. જો કે આ બ્લાસ્ટ એરપોર્ટ પાસે જ થયા કેમ એ સ્પષ્ટપણે જાણી શકાયું નથી. દારુલઅમન વિસ્તારમાં જબરદસ્ત ગોળીબારના પણ અહેવાલો છે. એક રિપોર્ટ અનુસાર મૃત્યુને ભેટેલા લોકોમાં 12 અમેરિકી મરીન કમાન્ડો સામેલ છે. કાબુલ એરપોર્ટથી તમામ ફ્લાઈટનું ઓપરેશન બંધ કરી દેવાયું છે. પેન્ટાગોને આતંકી સંગઠન ઈંજઈંજ ખુરાસન પર હુમલાનો આરોપ લગાવ્યો છે.
આ વચ્ચે રશિયન મીડિયાના એક રિપોર્ટરે સમાચાર આપ્યા કે એરપોર્ટના ડાયરેક્શનમાં વધુ એક વિસ્ફોટના સમાચાર મળી રહ્યાં છે. જો કે આ એરપોર્ટની પાસે જ થયો કે નહીં તે જાણી શકાયું નથી. કેમકે રિપોર્ટરે પોતે જણાવ્યું કે તે એરપોર્ટથી 7 કિલોમીટર દૂર છે.
અમેરિકી રક્ષા મંત્રાલયે પેન્ટાગોનને કહ્યું- ગુરૂવારે હામિદ કરઝાઇ ઈન્ટરનેશનલ એરપોર્ટના અબ્બે ગેટ પર પહેલો બ્લાસ્ટ થયો જેના થોડાં સમય પછી એરપોર્ટ નજીક બૈરન હોટલની પાસે બીજો બ્લાસ્ટ થયો. મળતી માહિતી મુજબ આ હોટલમાં બ્રિટનના સૈનિકો રોકાયા છે.પેન્ટાગોન મુજબ, એરપોર્ટની બહાર ત્રણ સંદિગ્ધ જોવા મળ્યા હતા. જેમાંથી બે આત્મઘાતી હુમલાખોર હતા, જ્યારે ત્રીજો ગન લઈને આવ્યો હતો. કાબુલ એરપોર્ટ અને તેની આજુબાજુના વિસ્તારોમાં વિસ્ફોટના ધડાકાઓને પગલે ભાગદોડ જોવા મળી હતી. મૃત્યુઆંક હજુ વધુ તેવી શક્યતા છે.
કાબુલ હુમલાને લઈને અમેરિકા આકરા પાણીએ, હવે એક્શન લ્યે તો નવાઈ નહિ!!
કાબુલ એરપોર્ટ પર ગત સાંજે સતત બે વિસ્ફોટ થયા છે. તેમા અમેરિકાના ચાર મરીન કમાન્ડો સહિત સામાન્ય નાગરિકોના માર્યા ગયાના સમાચાર છે. અમેરિકાના અધિકારીએ જણાવ્યું કે બીજો વિસ્ફોટ ઞજ આર્મીના સૈનિકોને નિશાન બનાવી કરવામાં આવ્યો હતો. પેન્ટાગોને જણાવ્યું કે કાબુલ એરપોર્ટ નજીક બૈરન હોટલમાં અથવા તેના નજીક અમેરિકાના સૈનિકોને નિશાન બનાવી ધમાકો કરવામાં આવ્યો છે. તેમા કેટલાક અમેરિકાના સૈનિક અને નાગરિકોને નુકશાન થયુ છે. જોકે અમેરિકાએ અત્યાર સુધી કોઇના મોતની પુષ્ટિ નથી કરી. બીજી તરફ રાષ્ટ્રપતિ જો બાઇડન ઘણી વખત ચેતવણી આપી છે કે જો અમેરિકાના નાગરિકો પર હુમલો થાય છે, તો તેઓ કડક કાર્યવાહી કરશે.
ઘણા દેશોને જોતું તું એ મળી ગયું, હવે તાલિબાનના શાસનને વૈશ્ર્વિક માન્યતા અસંભવ જેવી
અફઘાનિસ્તાનમાં તાલિબાનના સાશનને વૈશ્વિક માન્યતા મળશે કે નહીં તે અંગે પ્રશ્ન સર્જાયા હતા. સામે તાલિબાન પણ પોતાના શાસનને વૈશ્વિક માન્યતા અપાવવા હવાતિયાં મારીને એક પછી એક માનવતાવાદી જાહેરાતો કરી રહ્યું હતુ અને પોતાની સાફ ઇમેજ બનાવવાના પ્રયાસો કરી રહ્યું હતું. પણ હવે આ તમામ પ્રયાસો ઉપર પાણી ફરી વળ્યું છે. કાબુલ એરપોર્ટ ઉપર હુમલાથી ઘણા દેશોને જે જોતું તું એ મળી ગયું છે. હવે તાલિબાનોને સ્વીકારવા તૈયાર થશે તે નક્કી છે.