૨૦૧૫ સુધીમાં ૨૮૦૦૦ અફઘાની પોલીસ અધિકારીઓ અને જવાનો મૃત્યુ પામ્યા

તાલીબાનીઓ દ્વારા અવાર-નવાર આતંકી હુમલાઓ અને સરહદે તંગદીલીનો માહોલ સર્જાતો હોય છે ત્યારે કાબુલના મીલીટરી બેઝ કેમ્પ ઉપર તાલીબાનીઓએ હુમલો કરતા ૧૦૦થી વધુના મોત થયા છે. મીલીટરી ટ્રેનીંગ સેન્ટરમાં વિસ્ફોટ કરતા ૧૨૬ લોકોના મોત થયા હોવાની આશંકા છે. જો કે એમાંથી ૮ સ્પેશીયલ કમાન્ડો માર્યા ગયા હોવાના અહેવાલ છે.

અધિકારીઓએ જણાવ્યું કે, સોમવારે સવારે મીલીટરી ચેક પોઈન્ટ ખાતે હુમલાખોરો આખી ગાડી ભરી વિસ્ફોટક સામગ્રી ભરીને આવ્યા હતા અને કેમ્પસ બહાર પોતાનું વાહન રાખ્યું હતું. વિસ્ફોટમાં અનેક અફઘાનિ સૈનિકો માર્યા ગયા બાદ બે તાલીબાનીઓ બંદુક લઈ કેમ્પ અંદર દાખલ થયા. ડિફેન્સ મીનીસ્ટરી અધિકારીઓનું કહેવું છે કે, તાલીબાનીઓએ અમેરિકન વાહનો અને હથિયારોનો પ્રયોગ કર્યો. મીલીટરી ફોર્ટીફીકેશન વિભાગને ગાડીમાંથી કાર બોમ્બ મળી આવ્યો હતો.

આ વિસ્ફોટમાં એનડીસી અધિકારી પણ હુમલામાં મૃત્યુ પામ્યા હતા. હજુ વધુ લોકો માર્યા ગયાની હોવાના અહેવાલો છે. કેટલાક લોકોને કાબુલના નજીકના હોસ્પિટલમાં તાત્કાલીક ધોરણે ખસેડવામાં આવ્યા હતા. જો કે, અફઘાની સરકાર સૈનિકોના મોતના આંકડા હજુ પણ છુપાવી રહ્યાં હોવાના એંધાણ છે.

વિસ્ફોટ એટલો વિકરાટ હતો કે, આર્મી કેમ્પની આખી બિલ્ડીંગ ધરાશાયી થઈ ગઈ. નજરે નિહાળનાર અબ્દુરહેમન મંગલે કહ્યું કે, કાર બોમ્બ વિસ્ફોટમાં ૧૨ લોકો ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા અને ૫૦ જેટલા લોકો બિલ્ડીંગ ધરાશાયી થતાં ઘાયલ થયા હતા. વર્ષ ૨૦૧૫ સુધીમાં ૨૮૦૦૦ અફઘાન પોલીસ અધિકારીઓ આવી જ રીતે એક હુમલામાં મૃત્યુ પામ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.