એક્ઝિક્યુટિવ સર્ચ ફર્મના કહેવા મુજબ કોરોના મહામારી પછી લોકોની માનસિકતા ઘણી બદલાઈ ગઈ છે: ઘણી કંપનીઓએ ફ્લેક્સિબલ વર્કીંગ પદ્ધતિઓ અપનાવી છે
સપ્તાહમાં 6 દિવસ કામ હવે ભૂતકાળની વાત બની ગઈ છે. મોટાભાગના ટેલેન્ટેડ એક્ઝિક્યુટિવ હવે એવી કંપનીઓમાં કામ કરવા ઈચ્છે છે જેમાં ઓફિસમાં બેસીને કામ કરનારા માટે 5-ડે વર્ક વીક હોય. એટલે કે, સપ્તાહમાં 5 દિવસ કામ કરવાનું હોય અને બે દિવસ વીક-ઓફ મળતા હોય. એક્ઝિક્યુટિવ સર્ચ ફર્મ્સએ જણાવ્યું કે, જે કંપનીઓમાં હજુ પણ સપ્તાહમાં 5.5 કે 6 દિવસ કામ કરાવાય છે, તેની માટે કર્મચારીઓ શોધવાનું અઘરું બની ગયું છે. ફર્મ્સે જણાવ્યું કે, જે કંપનીઓ 5-ડે વર્ક વીકનો અમલ નથી કરતી તેમને ’વધ્યું-ઘટ્યું ટેલેન્ટ’ મળી રહ્યું છે. અગ્રણી વૈશ્વિક સર્ચ ફર્મ એક્ઝિક્યુટિવ એક્સેસના એક એમ.ડી.એ જણાવ્યું હતું કે,જોબ ઓફરમાં 6-ડે વર્ક વીક એ ડીલ-બ્રેકર છે. તેમણે જણાવ્યું કે, ’જ્યારે અમે અમારા ક્લાયન્ટને આ અંગે ફીડબેક આપીએ છીએ તો કેટલાક તેમની પોલિસીઝમાં ફેરફાર કરવાની તૈયારી દર્શાવી, જેથી સારા ટેલેન્ટને આકર્ષી શકાય. પરંતુ હજુ પણ કેટલીક કંપનીઓએ 6-ડે વર્ક વીકના નિયમને જ જાળવી રાખ્યો છે.
હવે પૈસા કરતા પરિવારને વધુ મહત્વ આપી રહ્યા છે કર્મચારીઓ
વધારે સેલેરી પણ ઉમેદવારોને એવી નોકરી માટે આકર્ષી નથી રહી કે જેમાં વીકએન્ડમાં રજા ન મળતી હોય કે રજાઓ બાબતે કડકાઈ રાખવામાં આવતી હોય. પુરીએ જણાવ્યું કે, ’સીએક્સઓ ઉમેદવારો મને પૂછે છે કે, જો અમે પરિવાર સાથે સમય ન વિતાવી શકીએ તો પછી વધારે રૂપિયા અને સારી નોકરીને શું કરવાની?’
કોરોના પછી 40 ટકા ઉમેદવારો કામના કલાકો અને દિવસો અંગે પૂછી રહ્યા છે સવાલ
જીવનની પ્રાથમિકતાઓ પણ બદલાઈ ગઈ છે. પુરીએ જણાવ્યું કે, કોરોના પહેલા 10-15 ટકા લોકો કામના કલાકો અને દિવસે અંગે સવાલ કરતા હતા. જ્યારે આજે નોકરી માટે એપ્રોચ કરવામાં આવે ત્યારે 40 ટકા લોકો આ સવાલ કરી રહ્યા છે. તેમણે જણાવ્યું કે, ઉમેદવારો વીકએન્ડમાં કામ કરવા નથી માગતા અને તેઓ આવી જોબ ઓફરને નકારી રહ્યા છે.
સપ્તાહમાં કેટલાક દિવસ વર્ક-ફ્રોમ હોમ આવકારદાયક છે?
કોરોના મહામારી પછી પોતાની જાત માટે સમય અને માનસિક સ્વાસ્થ્ય માટે 5-ડે વર્ક વીકનું મહત્વ વધી રહ્યું છે. દુનિયાની કેટલીક કંપનીઓએ કોરોના મહામારી પાછી ફ્લેક્સિબલ વર્કિંગ પધ્ધતિ અપનાવી લીધી છે. તોમરે જણાવ્યું કે, ’સપ્તાહમાં કેટલાક દિવસ વર્ક ફ્રોમ હોમ આવકારદાયક છે, કે જેમાં કર્મચારીઓ નોકરી અને પારિવારિક પ્રોયોરિટી વચ્ચે સમતુલન જાળવી શકે છે. ખાસ કરીને ભારતમાં, અમને એવા ફીડબેક મળ્યા છે કે કર્મચારીઓ તેમના સાથી કર્મચારીઓને ફરી મળીને ઘણા ખુશ છે.