3 હજાર કેન્દ્ર પર અંદાજે 7 લાખ 30 હજાર જેટલા ઉમેદવારોએ પરીક્ષા આપી હતી
તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષાના ફાઈનલ પરિણામને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે. 3487 તલાટી અને 1181 જુનિયર ક્લાર્ક માટેનું ફાઈનલ સિલેક્શન લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. અત્રે જણાવીએ કે, લાંબા સમયથી પરિણામની રાહ જોઈ રહેલા હજારો ઉમેદવારોની આતુરતાનો અંત આવ્યો છે. પંચાયત સેવા પસંદગી બોર્ડના ચેરમેન હસમુખ પટેલે ટ્વીટ કરી માહિતી આપી છે.
તલાટી અને જુનિયર ક્લાર્કનું ફાઈનલ પરિણામ તેમજ Gram Sevak એડીશનલ ફાઇનલ સીલેકટ લીસ્ટના ઉમેદવારો માટે જિલ્લા પસંદગી (ફાળવણી) કાર્યક્રમનું લિસ્ટ જાહેર થઈ ગયો છે. જે બોર્ડની વેબસાઈટ પર જોઈ શકાશે. https://gpssb.gujarat.gov.in/ વેબસાઈટ પર વિધાર્થીઓ પોતાનું પરિણામ જાણી શકશે.
હસમુખ પટેલે ટ્વીટ કરી પરિણામની જાણકારી આપી હતી. જુનિયર ક્લાર્કની પરીક્ષા રાજ્યના 32 જિલ્લામાં યોજાઈ હતી જેને લઈ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળે જડબેસલાક તૈયારી કરી હતી અને 3 હજાર કેન્દ્ર પર અંદાજે 7 લાખ 30 હજાર જેટલા ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. પરીક્ષામાં કોઇ પણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે પરીક્ષા કેન્દ્રો જાણી જોઇને દૂર રાખવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચવામાં કોઇ મુશ્કેલી ન પડે તે માટે હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યા હતા.