ગફારભાઈ કુરેશીએ વાવાઝોડામાં નુકસાન થયેલા વૃક્ષોનું જતન કરી ફરી કર્યા જીવંત: બાગાયતી વનસ્પતિ સંશોધનમાં તથા કેરીના સંવર્ધનમાં અનેક એવોર્ડ મેળવ્યા
સૌરાષ્ટ્ર ગુજરાતમાં જ નહીં સમગ્ર દેશને વિદેશમાં કેસર કેરીની વિવિધ જાતો ના સંવર્ધન અને હજારો પ્રકારના હલાવ ઝાડ તાલાલાના રમળેચી રોડ ઉપર હીરણ નદીનાં પુલ પાસે આવેલ કુરેશી બાગ આવેલ છે જે ચાલીસ વીઘા જમીનમા પથરાયેલ છે . જે બાગ બગીચાની સાર સંભાળ ગફાર ભાઈ રાખે છે .
કુરેશી બાગ ના ગફારભાઈ કુરેશી પાસે 5200 જાતના વિવિધ પ્રકારના રોપા નું વિશાળ કલેક્શન છે બીજા શબ્દોમાં કહીએ તો કુરેશી બાગ એટલે બાગ બનાવવાના રસાલાલ નો ખજાનો અહીં આંબા સહિત તમામ ફલાવ ઝાડના અનેક સુધારેલા વર્ઝન મળે છે આ કમાલની ગણાતી કુરેશી બાગમાં બીપર જોય વાવાઝોડા એ ભયંકર તબાહી સર્જી છે તાલાલા પંથકમાં ભારે વરસાદના કારણે આવેલા પૂરમાં હિરણ નદી ગાંડીતુર બની હતી અને કુરેશી બાગની 40 વીઘા જમીનમાં પાણીના પૂર ફરી વળ્યા હતા. હિરણ નદીનું પૂર અને કમલેશ્વર ડેમના અવરફલો પાણીના કારણે સમગ્ર તાલાલા પંથકમાં હોનારત તેવી પરિસ્થિતિમાં રમળેચી ગામ પણ બાકી રહ્યું ન હતું અને હિરણ નદીનું પૂર કુરેશી બાગ નર્સરીમાં ફરી વળ્યું હતું
કુરેશી બાગ નર્સરીમાં વર્ષોથી જતન કરી ઉતરેલા રોપાવો અને વૃક્ષો સંપૂર્ણપણે સાપ થઈ ગયા હતા. 40 વીઘા ની કુરેશી બાગ નર્સરીમાં લાખો વૃક્ષો અને રોપાવો નું જતન થઈ રહ્યું હતું નર્સરીમાં 5,000 થી વધુ વિવિધ પ્રજાતિ ની વનસ્પતિના મધર પ્લાન્ટ એટલે કે માતૃ છોડ ની સાથે સાથે લુપ્ત થતી અનેક વનસ્પતિઓના પ્લાન્ટ આર્યુવેદિક અને જંગલી વનસ્પતિઓના પ્લાન્ટ મોજુદ હતા આ તમામ રોપાઓને રતનપૂર્વક ઉછેરવામાં આવ્યા હતા તેમાંથી મોટાભાગના રોપાવો નામસેસ થઈ ગયા છે વર્ષોથી ખેતી અને ખાસ કરીને બાગાયતી પાક માટે જેમ જ ઉઠાવી રહેલા કુરેશી બાગના માલિક ગફારભાઈ કુરેશી એ કુદરતની આ ફપાટને કુદરતની મરજી સમજી નવેસરથી બાગનું નવસર્જન કરવા કામે લાગી ગયા હતા અને કોઈપણ ની એક પણ રૂપિયાની સહાય વિના કુરેશી બાગ પહેલા હતી એવી જ કરવા માટે કુરેશી પરિવાર કામે લાગી ગયું છે.
તેમણે આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો છે કે કુદરત બધું દઈ દેશે ગફારભાઈ કુરેશી તાલાલાની કેસર કેરીના સંવર્ધનમાં વિશેષ રસ દાખવે છે તેમણે અસંખ્ય પ્રકારની નવી કેરીઓનું સંશોધન કર્યું છે અને તાલાલાના કેસર કેરી ને બાગાયત ધોરણે દેશ જ નહીં વિદેશમાં પણ વિસ્તારમાં સિંહ ફાળો આપતા રહે છે ગફારભાઈ કુરેશી નું આખું પરિવાર હોર્ટિકલ્ચર ઈજનેર જેવા અનુભવ ધરાવે છે અને 40 વીઘા ની ખેતીમાં પરિવારના એક એક સભ્ય દિલથી કામ કરીને કુરેશી બાગને વિશ્વ પ્રસિદ્ધ કરવામાં સફળ થયા છે.
વાવાઝોડામા બાગને નુકશાન થયું બાદ ફરીવાર કૂરેશીબાગને હરિયાળું બનાવ્યું: ગફારભાઈ કુરેશી
અબતક સાથેની વાતચીતમાં કુરેશી બાગ એન્ડ નર્સરીના માલિક ગફારભાઈ કુરેશી એ જણાવ્યું હતું કે વાવાઝોડા અને ત્યાર પછી આવેલા વરસાદના કારણે હિરણ નદીનું પાણી કુરેશી બાગમાં ફરી વળ્યું હતું અને 60% થી વધુ ની અમારી વનસ્પતિની ઝવેરાત નષ્ટ પામી છે. કુરેશી બાગ નર્સરીમાં લાખો વૃક્ષો અને રોપાવો નું જતન થઈ રહ્યું હતું.નર્સરીમાં વિવિધ પ્રજાતિ ની વનસ્પતિના મધર પ્લાન્ટ એટલે કે માતૃ છોડ ની સાથે સાથે લુપ્ત થતી અનેક વનસ્પતિઓના પ્લાન્ટ આર્યુવેદિક અને જંગલી વનસ્પતિઓના પ્લાન્ટ મોજુદ હતા. આ તમામ રોપાઓને રતનપૂર્વક ઉછેરવામાં આવ્યા હતા તેમાંથી મોટાભાગના રોપાવો નામસેસ થઈ ગયા છે.
ત્યારે ફરીવાર બાગને હરિયાળું કરવાં કોઈપણની એક પણ રૂપિયાની સહાય વિના કુરેશી બાગ પહેલા હતી એવી જ કરવા માટે કુરેશી પરિવાર કામે લાગી ગયું છે.