Abtak Media Google News

માતા સાથ પ્રેમીને ઘરમાં પુત્ર  જોઇ જતા મોતને ઘાટ ઉતાર્યો

ગીર સોમનાથ જિલ્લાના તાલાલા શહેરના સીદીવાડા વિસ્તારમાં માતા સાથે પ્રેમીે ઘરે જોઇ જતા ઉશ્કેરાયેલા પુત્રે છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યાની પોલીસ  ફરીયાદ નોંધી નાશી છુટેલા હત્યારાને ઝડપી લેવા સ્ટાફે દોડધામ આદરી છે.

વધુ વિગત મુજબ તાલાલા શહેરના સીદીવાડા વિસ્તારમાં રહેતો સૈયદ યાકુબ મકવાણા નામના પ્રૌઢની જાહીદ હુસેન મકવાણા નામના શખ્સે છરી વડે હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યાની મૃતકના ભાઇ ઉકાભાઇ મકવાણાએ તાલાલા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

પોલીસ ફરીયાદમાં મૃતક સૈયદભાઇ મકવાણાને આરોપી જાહીદ હુશેન મકવાણાની માતા સાથે પ્રેમ સંબંધ હતો અને મૃતક સૈયદ મકવાણા આરોપી જાહીદ હુસેની  માતા સાથે તેના ઘરે જોઇ જતા બન્ને વચ્ચે બોલાચાલી થઇ હતી. જેમાં ઉશ્કેરાયેલા જાહીદ મકવાણાએ છરી વડે સૈયદ મકવાણા પર તૂટી પડી મોતને ઘાટ ઉતાર્યાનું ખુલયું હતું. પોલીસે જાહીદ મકવાણા સામે હત્યાની કલમ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.