42 ટાયર  ગાડી અને  મોબાઈલ મળી કુલ રૂ. 1.47 લાખનો  મુદામાલ કબ્જે

ચોરીના ગંભીર પ્રકારના બનતા  ગુન્હાઓ અટકાવવા તથા કડક કાર્યવાહી કરવા તથા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાના આદેશ મુજબ તથા મદદનીશ પોલીસ અધિક્ષક વેરાવળ ઓમ પ્રકાશ જાટ તથા સી.પી.આઈ. વી.એમ.ચૌધરી  માર્ગદર્શન હેઠળ તાલાલા પોલીસ સ્ટેશન ગુન્હો તાલાલા  સાસણ રોડ ઉપર ગુરૂકૃપા ટાયર અને વલ્કેનાઈઝર્સની દુકાનની બાજુમાં ફરિયાદી કાનાભાઈ ભાણાભાઈ કેશવાલા કોળી રહે.

તાલાલા વાળાની  માલીકીની દુકાનની આગળથી કુલ 42 જુના નાના મોટા ટાયરોનો ઢગલો  રાખેલ જે ઢગલામાંથી બેઅજાણ્યા ઈસમો નાના મોટા 42 ટાયરો કી. રૂ.42000ના મુદામાલની ચોરી કરી  લઈ જતા બનાવ બનેલ હોય જે ચોરીના કામે સદરહુ જગ્યાના સી.સી.ટી.વી. ફુડેઝ ચેક કરતા ટાટા અશોક લેલન્ડ છોટા હાથી જેવુ  વાહન જોવામા આવતા અને આ વાહન સાસણ થી જૂનાગઢ તરફ જતુ હોવાનું સીસીટીવી કેમેરા આધારે માલુમ પડતા જૂનાગઢ નેત્રમના સીસીટીવી કેમેરાની મદદથી સદરહું  વાહન અશોક લેલન્ડ રજી નં. જી.જે.  ડી.ટી.9308 વાળીયા ચોરાયેલ ટાયર સરી લઈ જતા હોય જેથી પેકેટ કોપની મદદથી વાહન માલીકના  નામે સરનામાની ખરાઈ કરી ગુન્હાના મુખ્ય આરોપીઓ સુધક્ષ સીસીટીવી ફૂટષઝ તથા બાતમી હકિકત આધારે આરોપીઓએ ચોરીમાં ગયેલ મુદામાલ સાથે પકડી  પાડી જેમાં પોલીસે  મહેન્દ્રભાઈ ઉર્ફે લખન જેન્તીભાઈ વડેસરા, અજયભાઈ ઉર્ફે સલમાન ભરતભાઈ અને એઝાઝભાઈ યુસુફભાઈ પંજાની ધરપકડ કરી અશોક લેલન્ડ રજી નં. જી.જે. ડી.ટી. 9308 કિ. 1 લાખ, નાનામોટા ટાયર કુલ 42 કી. રૂ. 42000, મોબાઈલ ફોન 1 કિ. રૂ. 5000 મળી કુલ કિ. રૂ. 1,47,000નો મુૂદામાલ કબ્જે કરી  ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.